ઇન્ટરનેશનલનેશનલ

હવે UAEમાં લહેરાશે સનાતન ધર્મનો વાવટો

ભેટમાં આપેલી જમીન પર મંદિર બનાવી રહ્યા છે પીએમ મોદી

અબુધાબીઃ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં પશ્ચિમ એશિયાના સૌથી મોટા મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થશે. મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ મંદિર અબુ ધાબીની બહાર જ બનાવવામાં આવી રહ્યું છે. તે BAPS હિંદુ મંદિર તરીકે ઓળખાશે. આ વિશાળ 108 ફૂટ ઊંચા હિંદુ મંદિર બનાવવાની કિંમત 700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. BAPS હિંદુ મંદિર સંયુક્ત આરબ અમીરાતમાં બનેલ આ વિસ્તારનું પ્રથમ મંદિર હશે.

દુબઈમાં મંદિરનું નિર્માણ એક મોટી વાત છે. મંદિરના નિર્માણનો પાયો 2015માં નાખવામાં આવ્યો હતો. હકીકતમાં 2015માં પીએમ મોદી UAEની મુલાકાતે ગયા હતા. નરેન્દ્ર મોદીની UAEની મુલાકાત દરમિયાન, અબુ ધાબીએ દુબઈ-અબુ ધાબી હાઈવે પર 17 એકરથી વધુ જમીન ભેટમાં આપી હતી. આ જ જમીન પર પીએમ મોદીએ 2 વર્ષ બાદ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ભારતમાં કુશળ કારીગરો મંદિર માટે કોતરણી અને શિલ્પો બનાવી રહ્યા છે.

આરબ દેશમાં બની રહેલા આ મંદિરનું નિર્માણ બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ) સંસ્થાને મળ્યું હતું. ભારતના કુશળ કારીગરો મંદિર માટે કોતરણી અને શિલ્પો બનાવી રહ્યા છે. BAPS એ વિશ્વભરમાં 1 હજારથી વધુ મંદિરોનું નિર્માણ કર્યું છે. જેમાં દિલ્હીમાં અક્ષરધામ અને અમેરિકાના ન્યુ જર્સીમાં બનેલ એશિયા બહારનું સૌથી મોટું મંદિર સામેલ છે.

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર, અભિનેતા સંજય દત્ત અને અક્ષય કુમાર સહિત 50,000 થી વધુ લોકોએ પ્રતીકાત્મક રીતે ઈંટ બિછાવીને બાંધકામમાં સક્રિયપણે યોગદાન આપ્યું છે. મંદિર સંકુલમાં વર્ગખંડો, પ્રદર્શન કેન્દ્રો અને બાળકો માટે રમતનું મેદાન હશે. અહીં એક બહુવિધ સાંસ્કૃતિક કેન્દ્ર પણ બનાવવામાં આવશે. ઘણા લોકોએ રૂ. 700 કરોડના મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે.

BAPS મંદિરમાં વૈદિક કાળથી પ્રેરિત શિલ્પો ગુલાબી સેંડસ્ટોન અને આરસમાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે. જેમાં 40 હજાર ઘનમીટર માર્બલ અને 180 હજાર ઘનમીટર સેન્ડસ્ટોન નાખવામાં આવી રહ્યા છે. મંદિર એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે આગામી 1 હજાર વર્ષ સુધી તેમાં કોઈ સમસ્યા ન આવે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો