Danish Power IPO Listing: દિવાળી પહેલાં આવી રહેલા આઈપીઓ (IPO Listing) પૈકી કેટલાક રોકાણકારોને બખ્ખાં કરાવી શકે છે. વારી એન્જીનિયર્સ (Waaree Energies IPO) બાદ દાનિશ પાવરના આઈપીઓને (Danish Power IPO) પણ રોકાણકારો (Investors) તરફથી શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. આ આઈપીઓ 126.55 ગણો ભરાયો હતો. હવે રોકાણકારોની નજર લિસ્ટિંગ (eyes on listing) પર છે. ગ્રે માર્કેટમાંથી (grey market) મળી રહેલા સંકેતો ધમાકેદાર લિસ્ટિંગના સંકેત આપે છે.
પ્રાઈસ બેંડ
કંપનીએ આઈપીઓ માટે 360-380 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ બેંડ નક્કી કરી હતી. કંપની તરફથી 300 શેરનો એક લૉટ બનાવાયો હતો. આ કારણે રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા 1,14,000 રૂપિયા દાવ પર લગાવવાના હતા.
ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ
ગ્રે માર્કેટમાં આઈપીઓ 260 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો આ જ સ્થિતિ લિસ્ટિંગ સુધી રહી તો દાનિશ પાવર શેરબજારમાં 68 ટકા પ્રીમિયમ સાથે ડેબ્યૂ કરી શકે છે. કંપનીનું એનએસઈ એસએમઈ લિસ્ટિંગ 29 ઓક્ટોબરે થશે.
કેટલી હતી આઈપીઓની સાઇઝ
આઈપીઓની સાઇઝ 197.90 કરોડ રૂપિયા હતી. કંપની આઈપીઓ દ્વારા 52.08 લાખ ફ્રેશ શેર ઈસ્યુ કરશે. કંપનીએ એંકર રોકાણકારો પાસેથી 55.63 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કંપનીના પ્રમોટર્સ દિનેશ તલવાર, શિવમ તલવાર, પુનિત સંધુ તલવાર છે. આઈપીઓ બાદ કંપનીમાં પ્રમોટર્સનો કુલ હિસ્સો 73.55 ટકા રહેશે.