
નવી દિલ્હી: ભારતીય શેર બજારમાં IPOએ શરૂઆતથી રોકાણકારો અને શેર બજારમાં નવો રંગ ભરી દીધો. અવાર નવાર નવી નવી કંપનીઓ IPO લાવી રોકાણકારોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવાનું પ્રયાસ કરતી હોય છે.
ત્યારે ફરી એક વખત આગામી સપ્તાહે IPO માં રોકાણ કરનારા માટે સોનેરી તક જેવું સાબિત થઈ શકે છે. કેમ આવતા અઠવાડિયે 26 કંપનીઓ તેમના આઈપીઓ લાવી ધૂમ મચાવા જઈ રહી છે. જેમાં મેઇનબોર્ડ પર 10 અને એસએમઈ વિભાગમાં 16 કંપનીઓનો સમાવેશ થાય છે.
આગામી અઠવાડિયે મેઇનબોર્ડ પર 10 કંપનીઓના આઈપીઓ શરૂ થશે, જેમાં આનંદ રાઠી શેર, ગણેશ કંજ્યુમર, જૈન રિસોર્સ રીસાયક્લિંગ, શેષાસાઈ ટેક્નોલોજીઝ અને અટલાંટા ઇલેક્ટ્રિકલ્સ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ મળીને લગભગ 6,300 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ આઈપીઓ વિવિધ ક્ષેત્રો જેમ કે ફાઇનાન્સ, રીસાયક્લિંગ અને ટેક્નોલોજીને આવરી લેશે, જે રોકાણકારો માટે આકર્ષક બની શકે છે.
મુખ્ય મેઇનબોર્ડ આઈપીઓની વિગતો
ઈપેક પ્રીફેબ ટેક્નોલોજીઝ 24 સપ્ટેમ્બરે 494થી 504 કરોડનો આઈપીઓ ખુલશે, જેમાં શેરની કિંમત 194થી 204 રૂપિયા રાખવામાં આવી છે.
જૈન રિસોર્સ રીસાયક્લિંગ, જે ચેન્નઈ સ્થિત કંપની છે, જે જુની વસ્તુને નવું રંગ રૂપ આપવાનું કામ કરે છે. આ કંપની IPO દ્વારા 1,250 કરોડ ભેગા કરશે, જેમાં એક શેરની કિંમત 220થી 232 રૂપિયા.
અટલાંટા ઇલેક્ટ્રિકલ્સ 22 સપ્ટેમ્બરે 687 કરોડનું આઈપીઓ લાવશે, શેર કિંમત 718થી 754 રૂપિયા, આ કંપની ને મોતીલાલ ઓસવાલનું સમર્થન છે.
આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ 23 સપ્ટેમ્બરે 745 કરોડનું આઈપીઓ લાવશે, શેર કિંમત 393થી 414 રૂપિયા રહેશે.
શેષાસાઈ ટેક્નોલોજીઝ 23 સપ્ટેમ્બરે 813 કરોડનું આઈપીઓ ખોલશે, જે ડિજિટલ સોલ્યુશન્સ આપે છે, આ કંપનીના શેર કિંમત 402થી 423 રૂપિયા.
આ ઉપરાંત જારો ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી મેનેજમેન્ટ, સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ, ગણેશ કંજ્યુમર પ્રોડક્ટ્સ, જિંકોશલ ઇન્ડસ્ટ્રીઝ અને બીએમડબ્લ્યુ વેન્ચર્સનો IPO બજારમાં ધૂમ મચાવાની તૈયારી કરી રહ્યા છે.
એસએમઈમાં 16 આઈપીઓ આવશે, જેમાં પેકેજ્ડ ફૂડ, કોટન સ્પિનિંગ, એવિએશન અને ફિનટેક જેવા ક્ષેત્રોની કંપનીઓ છે. જેમાં ડીએસએમ ફ્રેશ ફૂડ્સ, ભાવિક એન્ટરપ્રાઇઝિસ અને ટેલ્ગે પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.
આઈપીઓ ઉપરાંત, 9 કંપનીઓની લિસ્ટિંગ પણ થશે: ટેકડી સાયબરસિક્યુરિટી (22 સપ્ટેમ્બર), યુરો પ્રાટિક સેલ્સ (23 સપ્ટેમ્બર), વીએમએસ ટીએમટી અને સમ્પત અલ્યુમિનિયમ (24 સપ્ટેમ્બર), આઈવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ અને જેડી કેબલ્સ (25 સપ્ટેમ્બર), તેમજ સાત્વિક ગ્રીન એનર્જી, જીકે એનર્જી અને સિદ્ધી કોટસ્પિન (26 સપ્ટેમ્બર)ના લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો…સેબીએ હિંડનબર્ગ કેસમાં અદાણીને ક્લીન ચીટ આપી