નેશનલ

આઇપીએલની બાકીની મૅચો માટે આવ્યો નવો નિયમ…

નવી દિલ્હીઃ શનિવાર, 17મી મેના દિવસથી ફરી શરૂ થનારી આઇપીએલ-2025 માટે બીસીસીઆઇ (BCCI)એ એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે જે મુજબ ટેમ્પરરી રિપ્લેસમેન્ટ (TEMPORARY REPLACEMENT) રુલ હેઠળ ફ્રૅન્ચાઇઝીઓ પોતાના જે વિદેશી ખેલાડીઓ બાકીની સીઝનમાં રમવા ભારત પાછા ન આવવાના હોય તેમના સ્થાને કામચલાઉ ધોરણે નવા ખેલાડીઓને સાઇન કરી શકશે.

અગાઉ એવો નિયમ હતો કે જો કોઈ ખેલાડી બીમાર હોય કે ઈજા પામ્યો હોય તો જ તેના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમમાં સમાવી શકાતો હતો. જોકે હવે નિયમમાં ફેરફાર કરાયો છે જે મુજબ જો કોઈ પ્લેયર બાકીની મૅચોમાં રમવા પાછો ન આવે તો તેનું ફ્રૅન્ચાઇઝી તેના સ્થાને અન્ય કોઈ પ્લેયરને (12મી લીગ મૅચ પહેલાં) સાઇન કરી શકશે.

આપણ વાંચો: આઇપીએલ-2025માં પહેલી વાર બાંગ્લાદેશી ક્રિકેટરઃ જાણો, કઈ ટીમે કોને મેળવ્યો…

જોકે શરત માત્ર એટલી છે કે ટીમમાં આવા નવા સામેલ કરાનારા ખેલાડીને આવતા વર્ષની સીઝન પહેલાં ટીમમાં જાળવી નહીં શકાય (રીટેન નહીં કરી શકાય).

બીજી રીતે કહીએ તો નવા સામેલ થનારા ખેલાડીએ 2026ની આઇપીએલ માટેની હરાજીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
આઇપીએલનો છેલ્લો રાઉન્ડ શનિવારે શરૂ થઈ રહ્યો છે. મોટા ભાગના વિદેશી ખેલાડીઓ ભારત પાછા આવી રહ્યા છે, પરંતુ દિલ્હી કૅપિટલ્સનો ઑસ્ટ્રેલિયન ખેલાડી જેક ફ્રેઝર-મૅકગર્ક અને ચેન્નઈ સુપર કિંગ્સનો જૅમી ઓવર્ટન પાછા નથી આવવાના.

આ ચાર ખેલાડીઓને ગયા અઠવાડિયે આઇપીએલને (ભારત-પાકિસ્તાન વચ્ચેના ટૂંકા યુદ્ધને પગલે) સસ્પેન્ડ કરવામાં આવી એના 48 કલાક પહેલાં ખરીદવામાં આવ્યા હતાઃ સેદિકુલ્લા અટલ (દિલ્હી કૅપિટલ્સ), મયંક અગરવાલ (રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ) તેમ જ લ્હુઆન ડ્રે-પ્રિટોરિયસ તથા નૅન્ડ્રે બર્ગર (રાજસ્થાન રૉયલ્સ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button