Postની આ સ્કીમમાં દર મહિને કરો 1000 રૂપિયાનું રોકાણ અને બની જાવ Lakhpati…

આજકાલ તમામ લોકો Future Secure કરવા માટે Savings, Investment જેવા અલગ અલગ ઓપ્શન્સ પસંદ કરે છે. લોકો પોતાનો પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે ઈન્વેસ્ટર અનેક પ્રકારની સ્કીમમાં ઈન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે અને જો તમે પણ ચોક્કસ વળતર આપતી કોઈ સ્કીમ રોકાણ કરવા માંગો છો તો અમારી પાસે એક ધાસ્સુ પ્લાન છે. આ માટે તમારે Public Provident Fund એટલે કે PPFનો ઓપ્શન પસંદ કરી શકો છો. PPF એ એક સરકારી ગેરેન્ટેડ સ્કીમ છે અને એમાં લાંબા સમય સુધી રોકાણ કરવું પડશે.
15 વર્ષમાં આ સ્કીમ મેચ્યોર થાય છે અને જો તમે પણ આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માંહગો છો તો તમે તમારા એકાઉન્ટને 5-5 વર્ષ માટે એક્સ્ટેન્ડ પણ કરાવી શકો છો. આ સિવાય તમે પીપીએફ એકાઉન્ટમાં 500 રૂપિયાથી લઈને વર્ષે દોઢ લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો.
વાત કરીએ પીપીએફ એકાઉન્ટ પર આપવામાં આવતા રિટર્ન્સની તો અત્યારે પીપીએફમાં રોકાણ કરવા પર તમને 7.1 ટકાના હિસાબે વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો આ માટે કોઈ પોસ્ટ ઓફિસ કે પછી સરકારી બેન્કમાં એકાઉન્ટ ખોલાવી શકો છો. તમે આ સ્કીમમાં દર મહિને માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરીને અમુક જ વર્ષમાં 8 લાખ રૂપિયાથી વધુની મૂડી જમા કરી શકો છો.
ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો આ સ્કીમમાં દર મહિને 1000 રૂપિયા રોકશો તો એક વર્ષમાં તમે 12000 રૂપિયાનું રોકાણ થશે અને અગાઉ કહ્યું એમ આ સ્કીમ 15 વર્ષ બાદ મેચ્યોર થાય છે. આ સિવાય તો 15 વર્ષની મેચ્યોરિટી બાદ પણ તમે આ રકમ ન ઉપાડવા માંગતા હોવ તો તમે એને 5-5 વર્ષ માટે બે વખત એક્સ્ટેન્ડ કરીને કુલ 25 વર્ષ માટે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરશો તો એ કુલ રકમ થઈ જશે 3 લાખ રૂપિયા. હવે આ 3 લાખ રૂપિયા પર તમને 7.1 ટકા વ્યાજદર પ્રમાણે 5,24,641 રૂપિયાનું માત્ર વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમારી રકમ 8,24,641 રૂપિયા થઈ જશે.
જોકે 5-5 વર્ષ માટેના એક્સ્ટેન્શન માટે પણ અમુક શરતો છે અને એ શરત વિશે વાત કરીએ તો આ સ્કીમમાં રોકાણ કરવા માટે બે પ્રકારના ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે કોન્સ્ટિબ્યૂશનની સાથે એકાઉન્ટ એક્સટેન્શન કે પછી બીજું રોકાણ કર્યું હોય એ જ એકાઉન્ટ એક્સટેન્શન. જો તમે કોન્ટ્રિબ્યૂશનની સાથે એક્સટેન્શન કરાવવું હોય તો તે માટે તમારે પોસ્ટ ઓફિસ કે બેન્ક, જ્યાં તમારૂ એકાઉન્ટ હોય ત્યાં એપ્લિકેશન આપવી પડશે. આ એપ્લિકેશન તમારે મેચ્યોરિટીની તારીખથી 1 વર્ષ પહેલા આપવાની રહેશે અને એ માટે એક્સટેન્શન ફોર્મ ભરવું પડશે.