નેશનલ

નિવૃત થવાની ઉંમરે ઈન્સ્પેક્ટરરે ડેપ્યુટી કલેક્ટરને કર્યો I Love Youનો મેસેજ: અંતે નોંધાઈ ફરિયાદ

જહાનાબાદ: જહાનાબાદમાં તૈનાત એક ઈન્સ્પેક્ટર હાલ ચર્ચામાં છે. હકીકતે ઇન્સ્પેક્ટર દિનેશ્વર કુમારને તેની નિવૃત્તિના સમયે પ્રેમનો કેફ ચડયો છે. પોતાની ઉંમર અને પદની ગરિમાને બાજુ પર રાખીને તેણે જહાનાબાદમાં ફરજ બજાવતા વરિષ્ઠ ડેપ્યુટી કલેક્ટર રેન્કની મહિલા અધિકારીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને તેના મોબાઈલ પરથી ‘આઈ લવ યુ’નો મેસેજ મોકલ્યો. હવે મહિલા અધિકારીની ફરિયાદ પર સાયબર પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો:

ખાસ વાત એ છે કે આરોપી ઈન્સ્પેક્ટર દિનેશ્વરની નિવૃત્તિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો કે, તે પહેલા પણ આ પ્રકારનું કામ કરી ચૂક્યા છે. હવે આરોપી ઈન્સ્પેક્ટર વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી છે. આ પહેલા ફરિયાદ મળ્યા બાદ જહાનાબાદના એસપી અરવિંદ પ્રતાપ સિંહે આ મામલે વિભાગીય તપાસ કરાવી છે.

એસપીએ તપાસ માટે એક સમિતિની રચના કરી હતી અને ડીએમ વતી એક મહિલા વરિષ્ઠ ડેપ્યુટી કલેક્ટર કંચન કુમાર ઝાને નામાંકિત કરવામાં આવ્યા હતા. તપાસ ટીમને તેના રિપોર્ટમાં ઈન્સ્પેક્ટર સામેના આરોપો સાચા હોવાનું જણાયું હતું.

આપણ વાંચો: મુંબઈમાં 161 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી

તપાસ સમિતિએ આ મામલે પોલીસ ઈન્સ્પેક્ટરને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ તપાસ ટીમ સમક્ષ હાજર થયા ન હતા. ત્યારબાદ સિનિયર ડેપ્યુટી કલેકટરે સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પોલીસ ઈન્સ્પેક્ટર સામે એફઆઈઆર નોંધવાની વિનંતી કરી હતી. તપાસ સમિતિના અહેવાલ અને મહિલા અધિકારીની અરજીના આધારે સાયબર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર દિનેશ્વર કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

એસપીએ શું કહ્યું?

આ અંગે એસપી અરવિંદ પ્રતાપ સિંહે કહ્યું કે પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદ મળતાં જ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તે હાજર થઈ શક્યો ન હતો અને મેડિકલ રિપોર્ટ સબમિટ કરીને રજા પર ઉતરી ગયો હતો. આ મામલે તપાસ ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker