ઇન્ડિયન નેવીની શક્તિમાં મોટો વધારો; આ બે જહાજો નેવીમાં સામેલ, જાણો શું છે ખાસિયત

મુંબઈ: ઇન્ડિયન નેવીની શક્તિમાં મોટો વધારો થયો છે. આજે મંગળવારે INS હિમગિરિ અને INS ઉદયગિરિને નેવીમાં સામેલ કરવામાં આવ્યા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અધ્યક્ષતામાં એક સમારોહમાં બંને જહાજોને નેવીમાં સામેલ કરવામાં આવ્યા.
INS હિમગિરિ અને INS ઉદયગિરિ સ્ટીલ્થ ફ્રિગેટ્ છે, સ્વદેશી રીતે બનવાવવામાં આવ્યા છે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાના અભિયાન હેઠળ બંને જહાજો બનાવવા માટે 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી છે.
INS ઉદયગિરીનું બાંધકામ મુંબઈના મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે INS હિમગિરી કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા બનાવવામાં આવ્યું છે. બંને ફ્રિગેટ્સ ઇન્ડિયન નેવીના વોરશીપ ડિઝાઇન બ્યુરો (WDB) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે ઉદયગિરી WDB દ્વારા ડિઝાઇન કરાયેલ 100મું જહાજ છે.
આ પણ વાંચો: રશિયાથી આવી રહ્યું છે ભારતીય નેવીની સેવામાં ઘાતક યુદ્ધજહાજ INS તમાલ!
અહેવાલ મુજબ ઉદયગિરી અને હિમગિરી પ્રોજેક્ટ 17 (શિવાલિક) ક્લાસ ફ્રિગેટ્સ છે. આ બંને જહાજોમાં ડિઝાઇન, સ્ટીલ્થ, હથિયાર અને સેન્સર સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે.
બંને ફ્રિગેટ્સનું નામ અગાઉના INS ઉદયગિરી (F35) અને INS હિમગિરી (F34) ના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેને તાજેતરમાં નિવૃત્ત કરવામાં આવ્યા હતાં. બંને હજાજો એ 30 વર્ષથી વધુ સમય સુધી રાષ્ટ્રની સેવા કરી કરી હતી. હવે બંને નવા જાહાજો વર્ષો સુધો ભારતનું રક્ષણ કરવા તૈયાર છે.