નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણમાં મહાગઠબંધનને આંચકો, જાણો વિગતે

પટના: બિહારમાં આજે જાહેર થઇ રહેલા વિધાનસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણમાં એનડીએ જીત તરફ અગ્રેસર છે. જયારે મહાગઠબંધને મોટો આંચકો સહન કરવો પડી રહ્યો છે. જેમાં મહાગઠબંધનની પાર્ટીઓના પરિણામોના વલણો પર નજર કરીએ તો જોવા મળશે કે આરજેડી અને કોંગ્રેસને બેઠકો મળી છે. જયારે વીઆઈપી સહિતની પાર્ટીઓ ખાતું પણ ખોલાવી શકી નથી.

મહાગઠબંધનમાં સૌથી નબળી કડી કોંગ્રેસ

જેમાં બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પ્રારંભિક વલણમાં આરજેડીને 28 બેઠકો પર અને કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે. જયારે વીઆઈપી પાર્ટી ખાતું ખોલાવી શકી નથી. જયારે અન્ય 5 બેઠકો પર આગળ છે. જેના લીધે મહાગઠબંધનને કુલ 37 બેઠકોની લીડ છે. કોંગ્રેસ મહાગઠબંધનમાં સૌથી નબળી કડી સાબિત થઈ જ્યારે વીઆઈપી બીજા સ્થાને રહ્યું કારણ કે કોંગ્રેસે 61 બેઠકો પર ચૂંટણી લડી હતી.

એનડીએ 207 બેઠકો પર આગળ

બીજી બાજુ, જો એનડીએ વિશે વાત કરીએ, તો ભાજપ 95 બેઠકો પર, JDU 84 બેઠકો પર, LJP (ચિરાગ) 20 બેઠકો પર અને અન્ય 9 બેઠકો પર આગળ છે. પરિણામે, એનડીએ 207 બેઠકો પર આગળ છે. જ્યારે AIMIM પાંચ બેઠકો પર આગળ છે.

આરજેડી 75 બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી 75 બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. તેણે 144 બેઠકો પર ચૂંટણી લડી હતી. પાંચ વર્ષ પહેલાં તેની જીતની ટકાવારી 52 ટકા હતી. જયારે કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું હતું.તેને 70 બેઠકો ફાળવવામાં આવી હોવા છતાં તેણે ફક્ત 19 બેઠકો જીતી. નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના એનડીએ 243 સભ્યોની વિધાનસભામાં બહુમતી મેળવી હતી. જયારે ભાજપને 74 બેઠકો મળી હતી. તેમજ જેડી(યુ)ને 43 બેઠકો મળી હતી.

આપણ વાંચો:  જનસુરાજ પાર્ટીનું સૂરસૂરિયું, પ્રશાંત કિશોરને રાજકારણ છોડવું પડશે?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button