Infosysની મોટી જાહેરાત: 20,000 ફ્રેશર્સની ભરતી કરશે! | મુંબઈ સમાચાર

Infosysની મોટી જાહેરાત: 20,000 ફ્રેશર્સની ભરતી કરશે!

નવી દિલ્હી: આઈટી ક્ષેત્રે એક પછી એક દિગ્ગજ કંપનીઓ મંદીનો સામનો કરી રહી છે ત્યારે સેક્ટરની દિગ્ગજ ઈન્ફોસીસે નવા ફ્રેશરની ભરતી કરવા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. એક તરફ જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં IT કંપનીઓમાં છટણીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિશ્વની અગ્રણી IT કંપની ઇન્ફોસિસે હજારો ગ્રેજ્યુએટ્સને નોકરી આપવાની યોજના બનાવી છે.

20,000 કોલેજ ગ્રેજ્યુએટ્સની થશે ભરતી

મીડિયા સાથે વાત કરતા ઇન્ફોસિસના CEO સલિલ પારેખે જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં 17,000થી વધુ લોકોને નોકરી પર રાખવામાં આવ્યા હતા. આ વર્ષે કુલ 20,000 કોલેજ ગ્રેજ્યુએટ્સને કંપનીમાં સામેલ કરવાની અમારી યોજના છે.”

આ પણ વાંચો: Narayana Murthyના Infosysમાં શેર કેમ ઓછા થઈ ગયા?

CEO સલિલ પારેખે વધુમાં જણાવ્યું હતું કે ઇન્ફોસિસ AI સાથે તેના વર્કફોર્સને વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઇન્ફોસિસે બંને ક્ષેત્રોમાં રોકાણ કરીને પોતાને અગ્રેસર રાખ્યું છે. અત્યાર સુધીમાં, ઇન્ફોસિસના લગભગ 2,75,000 કર્મચારીઓને AI અને ડિજિટલ કૌશલ્યમાં તાલીમ આપવામાં આવી છે.

AIની ભૂમિકા વિશે વાત કરતા પારેખે જણાવ્યું કે AI ગાઢ ઓટોમેશન અને વધુ વિગતવાર માહિતી પ્રદાન કરે છે, પરંતુ તેને ઉચ્ચ સ્તરની કુશળતા અને સખત મહેનતની પણ જરૂર પડે છે. ઇન્ફોસિસ તેના કાર્યબળનો વિસ્તાર કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો: Infosys ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, PM મોદીએ કર્યું ટ્વિટ

TCSમાં છટણી બાદ ઇન્ફોસિસની જાહેરાત

તાજેતરમાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) કંપનીએ દેશના IT ક્ષેત્રની સૌથી મોટી છટણીની જાહેરાત કરી હતી. TCS 12,000 કર્મચારીઓની છટણી કરવાનું છે. TCSની જાહેરાત બાદ ઇન્ફોસિસને મોટી ભરતીની જાહેરાત કરી છે. TCSની જેમ IT ક્ષેત્રની NASSCOM કંપની પણ છટણીની તૈયારી કરી રહ્યું છે. આ છટણી પાછળ ભારત અને વિદેશના ગ્રાહકોની વધતી અને બદલાતી માંગ અને નવીનતા જવાબદાર છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button