કંપની હોય તો આવી: આટલા કરોડ રૂપિયાના શેર વહેંચી દીધા કર્મચારીઓમાં…
નવી દિલ્હીઃ દેશ દુનિયાની સૌથી મોટી IT Company Infosysએ પોતાના કર્મચારીઓને એક યાદગાર ભેટ આપી છે, જેની ચર્ચા ચારે બાજુ થઈ છે. કંપનીએ સારું પ્રદર્શન કરનારા કર્મચારીઓને વળતર તરીકે કરોડો રૂપિયા શેર આપી દીધા છે. કંપનીએ આ બાબતે ખુદ Bombay Stock Exchange (BSE)ને જાણકારી આપી હતી.
કંપનીએ શુક્રવારે BSEને જણાવ્યું હતું કે તેમણે પોતાની કંપનીના સારું પ્રદર્શન કરનારા કર્મચારીઓને 6.57 લાખ શેર આપ્યા છે. આ શેર પહેલી મેના દિવસે રિઝોલ્યુશન તરીકે વહેંચવામાં આવ્યા હતા. એ સમયે કંપનીના એક શેરનો ભાવ 1430 રૂપિયા જેટલો હતો. આ રીતે કંપની દ્વારા વહેંચવામાં આવેલા શેરની માર્કેટ વેલ્યુ 95 કરોડ રૂપિયા જેટલી હતી.
ઈન્ફોસિસ સિવાય પણ અનેક કંપનીઓ છે કે જે પોતાના કર્મચારીઓને સારું પ્રદર્શન કરવા બદ્દલ શેર આપે છે. આ શેર ઈસોપ જેવા કાર્યક્રમ અંતર્ગત વહેંચવામાં આવે છે અને એને કારણે કંપનીમાં કર્મચારીઓની ઓનરશિપ વધી જાય છે, તેમ જ તેઓ વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત થાય છે. ઈન્ફોસિસ પણ એ કંપનીઓમાં સામેલ છે કે જેઓ કર્મચારીઓને કંપનીમાં ભાગીદારી પ્રદાન કરે છે.
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કર્મચારીઓને આપવામાં આવેલા કુલ 6.57 લાખ શેરમાંથી 3,41,402 શેર 2015 ઈન્સેન્ટિવ કંપનસેશન પ્લાન હેઠળ આપવામાં આવ્યા છે જ્યાકે 3,15,926 શેરનું ડિસ્ટ્રિબ્યુશન ઈન્ફોસિસ એક્સપાન્ડેડ સ્ટોક ઓનરશિપ પ્રોગ્રામ-2019 હેઠળ આપવામાં આવ્યા છે.
TCS પછી ભારતની સૌથી મોટી આઈટી કંપની Infosysએ ફર્સ્ટ ક્વાર્ટરમાં રૂપિયા 7,975 કરોડનો ચોખ્ખો નફો થયો છે. કંપનીનો શેર શુક્રવારે હળવો મજબૂત થઈને 1,415.75ના ભાવ પર બંધ થયો હતો. આ વર્ષની શરુઆતમાં ઈન્ફોસિસના શેરના ભાવમાં આશરે 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.