નેશનલ

CBDT પાસે રામ મંદિર ટ્રસ્ટ વિશે માંગી હતી માહિતીઃ કોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના આદેશને રદ કર્યો

નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (કેન્દ્રીય માહિતી પંચ)ના આદેશને ફગાવી દીધો છે, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ને રામ મંદિરના નિર્માણ અને સંચાલનની દેખેરખ રાખતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લગતી માહિતી પ્રદાન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

હાઇ કોર્ટે ૨૮ ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (સીઆઇસી)ના ૩૦ નવેમ્બર, ૨૦૨૨ના આદેશને પડકારતી અરજીને મંજૂરી આપી હતી.

ન્યાયધીશ સુબ્રમોનિયમ પ્રસાદે જણાવ્યું હતું કે માહિતીનો અધિકાર (આરટીઆઇ) અરજીમાં માંગવામાં આવેલી માહિતી મેળવવા માટે અરજદાર કૈલાશ ચંદ્ર મુન્દ્રા માટે આવકવેરા કાયદા હેઠળ યોગ્ય સત્તાધિકારીનો સંપર્ક કરવો હંમેશા ખુલ્લો છે.
હાઇ કોર્ટ સીબીડીટીના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર(સીપીઆઇઓ)ની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ૩૦ નવેમ્બર, ૨૦૨૨ના રોજના સીઆઇસીના આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત, નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સીપીઆઇઓ આરટીઆઇ કાયદા હેઠળ અરજીમાં આપવામાં આવેલા કેટલાક મુદ્દાઓ પર પુનર્વિચાર કરશે.

આરટીઆઇ અરજદારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેના દાન માટે સંબંધિત જોગવાઇઓ હેઠળ મુક્તિ અથવા કપાત મેળવવા માટે ફાઇલ કરેલા તમામ જોડાણો સાથેની સંપૂર્ણ અરજીની નકલ માંગી હતી. તેણે ટ્રસ્ટની કામગીરીની નકલ પણ માંગી હતી. જે તેના દાન માટે મુક્તિ અથવા કપાત મેળવવા માટે અરજી સાથે ફાઇલ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button