નર્સરીમાં ભણતા બાળકની ફી ભરવા લોન લેવી પડશે!

એક સમય એવો હતો, જ્યારે ભાર વિનાના ભણતરની વાત થતી હતી. પરંતુ હવે ભણતરમાં વધતી મોંઘવારીની વાત થાય છે. એકથી બાર ધોરણમાં પોતાના શિક્ષણ પાછળ માતા-પિતાએ જેટલો ખર્ચ કર્યો હતો. એટલો જ ખર્ચ હવે તેઓ પોતાના નર્સરીમાં ભણતા સંતાન માટે કરી રહ્યા છે. આવી હાલત હવે દેશના મહાનગરોની જ નહીં, પરંતુ નાના-મોટા શહેરની પણ બની છે. દિવસે દિવસે બાળકોનું ભણતર મોંઘું થતું જાય છે, જ્યારે સદ્ધર માતાપિતાને પણ બાળકોના ભણતરની ચિંતા ઊભી થઈ રહી છે. આ મુદ્દે જાણીતી સંસ્થા કોઈનસ્વિચ અને લેમનના કો-ફાઉન્ડર આશિષ સિંઘલે ભણતર અંગે સવાલો કર્યાં છે.
સીબીએસસીના ત્રીજા ધોરણની ફી 2.1 લાખ
પોસ્ટ લખીને વધતી જતી સ્કૂલ ફી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, “ફીમાં 30 ટકાનો વધારો…આ ચોરી નહીં તો બીજું શું છે? મારી દીકરીની સ્કૂલમાં જે થઈ રહ્યું છે, તેનાથી હું હેરાન છું. બેંગલુરૂમાં વાલીઓ હવે ત્રીજા ધોરણ માટે 2.1 લાખ રૂપિયા ફી આપી રહ્યા છે. આ કોઈ ઈન્ટરનેશનલ સ્કૂલ નથી. તે સીબીએસસી છે.”

ઘરની આવકનો 19 ટકા શિક્ષણ ખર્ચ
એક વાલીએ ત્રીજા ધોરણ માટેની 2 લાખ રૂપિયા ફી અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, એન્જિનિયરિંગની ડીગ્રી પણ આનાથી ઓછી ખર્ચાળ છે.સમગ્ર દેશમા દર વર્ષે સ્કૂલ ફીમાં 10થી 20 ટકાનો વધારો થાય છે. જોકે વાલીના પગારમાં ખાસ વધારો થતો નથી. છેલ્લા 10 વર્ષણાં મધ્યમ વર્ગના પગારમાં વાર્ષિક 0.4 ટકાની જ વૃદ્ધિ થઈ છે.હવે કુલ ઘરની આવકના 19% શિક્ષણ ખર્ચ છે. ઉદાહરણ તરીકે અમદાવાદમાં માતા-પિતા ચોથા ધોરણમાં ભણતા બાળક પાછળ વર્ષે 1.8 લાખનો ખર્ચ કરે છે.”
વાલીના માનસિક ત્યાગની પરીક્ષા લેવાય છે
કોલેજ ફીની બચતની વાત ભૂલી જાવ, વાલીઓ હવે નર્સરીની ફી માટે ઈએમઆઈ ભરી રહ્યા છે. સરકારી આંકડાઓ કહી રહ્યા છે કે શિક્ષણમાં માત્ર 4 ટકા જ વધારો થયો છે. પરંતુ વાલીઓ જાણે છે કે, પરિસ્થિતિ કેટલી કપરી છે. ઘણા લોકો માટે ભાડું, બસ ફી અને પુસ્તકોની વ્યવસ્થા કરવી એ માનસિક ત્યાગની પરીક્ષા બની ગઈ છે.”
મધ્યમ વર્ગ માટે શિક્ષણની મોંઘવારી ચિંતાજનક
વર્તમાન શિક્ષણની મોંઘવારીની વાસ્તવિકતા ઉજાગર કરી છે. આ મોંઘવારી આગામી સમયમાં મધ્યમ વર્ગ માટે મોટી સમસ્યા બને તેવી સંભાવના છે. દરેક માતા-પિતા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ઈચ્છે છે. પરંતુ જો આ રીતે ફી વધતી રહેશે અને પરિસ્થિતિ નહીં સુધરે તો તે શક્ય બનશે નહી.