LIVE: કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીની કોશિશ બનાવી નિષ્ફળ, કાશ્મીરમાં ફરી બ્લેકઆઉટ

જમ્મુઃ પહલગામ હુમલા પછી ભારતના હુમલાના પ્રતિકારરુપે પાકિસ્તાન એક્ટિવ થઈ હુમલા કરી રહ્યું છે ત્યારે આજે મધરાતે કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીને કોશિશ નિષ્ફળ બનાવવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને બીએસએફે નિષ્ફળ બનાવ્યો છે. નિયંત્રણ રેખા પારના અમુક વિસ્તારોમાંથી પાકિસ્તાન તરફથી ગોળીબાર પણ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભારતે તેનો આક્રમક રીતે જવાબ આપ્યો છે.
આ ઉપરાંત, જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ જારી કરવામાં આવ્યું છે. અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સાયરન ફરી ગૂંજી રહી છે. રાતના નવેક વાગ્યાના સુમારે સૌથી પહેલા જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. મિસાઈલ અને ડ્રોન એટેકને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો, જ્યારે મોડી રાતના પૂંચમાં સરહદ પારથી બોમ્બમારો ચાલુ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ભારત-પાક સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળઃ એક ઘૂસણખોર ઠાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે ત્યારે ભારતે પાકિસ્તાનના ડ્રોનના હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. ભારતે પોાતની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરીને પાકિસ્તાનના હુમલાઓનો જવાબ આપ્યો છે. ભારતે જવાબી કાર્યવાહી કરતા લાહોર, ઇસ્લામાબાદ, કરાચી, સિયાલકોટ, બહાવલપુર, પેશાવર અને પીઓકેના કોટલીમાં હુમલો કર્યો હતો.
પાકિસ્તાન પર ભારતના પ્રહાર વચ્ચે અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ. બીજી બાજુ ઈરાનના વિદેશ પ્રધાને પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાત કરીને તણાવ ઘટાડવાનો અનુરોધ કર્યો હતો. જોકે, ભારતીય નૌકાદળના કરાચી પરના હુમલાનો પ્રતિકાર કરવા માટે તુર્કીયનું કાર્ગો કરાચી પહોંચ્યું છે. આ કાર્ગોએ વિયેતનામથી ઉડાન ભરી હતી. પાકિસ્તાન અને તુર્કીય બંને આ વિમાનની ગુપ્તતા રાખી હતી.