ટોપ ન્યૂઝનેશનલ

સ્વચ્છતા સર્વેક્ષણમા ઇન્દોર ફરી એક વાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા ક્રમે

નવી દિલ્હી : ભારતમા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણના સતત નવમા વર્ષના 2024-25 ના પરિણામો મુજબ ઇન્દોરને ફરી એકવાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતનું સુરત શહેર બીજા સ્થાને છે. તેમજ રાજ્યમાંથી આ એક માત્ર શહેર જ છે જેને સ્વચ્છતા સર્વેક્ષણમા એક થી દશ શહેરમાં સ્થાન મળ્યું છે.

સુરત શહેર વર્ષ 2020 અને વર્ષ 2021 માં બીજા ક્રમે હતું

સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25ના પરિણામો મુજબ વર્ષ 2017 થી 2025 સુધી ઇન્દોરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે.ઇન્દોર પછી સુરત આવે છે. સુરત શહેર વર્ષ 2020 અને વર્ષ 2021 માં બીજા ક્રમે હતું, જ્યારે વર્ષ 2023 ના સ્વચ્છ સર્વેક્ષણમાં તે ઇન્દોર સાથે ટોચના સ્થાને હતું. ઈન્દોર શહેર સતત નવમા વર્ષે યાદીમાં ટોપ પર રહ્યું છે.આ યાદીમાં આંધ્રપ્રદેશના ત્રણ, મધ્યપ્રદેશના બે અને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી અને છત્તીસગઢના એક-એક શહેરનો સમાવેશ થાય છે.

આ છે ભારતના 10 સૌથી સ્વચ્છ શહેરો

  1. ઇન્દોર, મધ્યપ્રદેશ
  2. સુરત, ગુજરાત
  3. નવી મુંબઈ, મહારાષ્ટ્ર
  4. વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ
  5. વિજયવાડા, આંધ્રપ્રદેશ
  6. ભોપાલ, મધ્યપ્રદેશ
  7. તિરુપતિ, આંધ્રપ્રદેશ
  8. મૈસુર, કર્ણાટક
  9. નવી દિલ્હી, દિલ્હી
  10. અંબિકાપુર, છત્તીસગઢ

આ પણ વાંચો: ઈસ્ટર્ન અને વેેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ‘સ્વચ્છતા ઝુંબેશ’

સ્વચ્છ સર્વેક્ષણમાં નીચેના ત્રણ પરિબળોને ધ્યાનમા લેવામા આવે છે.

  1. સુવિધાઓમા વધારો ( 40 ટકા): શહેરો ODF (ખુલ્લામાં શૌચ મુક્ત) સ્થિતિ, કચરો અલગ પાડવા, ઘન કચરાનું પ્રક્રિયા અને નિકાલ, અને ટકાઉ સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં કેવી રીતે પ્રગતિ કરી રહ્યા છે તેનું મૂલ્યાંકન કરવા માટે. આ દાવાઓની નાગરિકો સાથે વાતચીત અને સ્થળ તપાસ દ્વારા ક્રોસ-વેરિફાઇ કરવામાં આવે છે.
  2. નાગરિકોની વાત (30 ટકા ): સ્વચ્છતાના પ્રયાસોમાં જનતાનો સીધો પ્રતિસાદ અને તેમની સક્રિય ભાગીદારી.
  3. પ્રમાણપત્ર (30 ટકા): ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના પ્રોટોકોલ હેઠળ શહેરોના પ્રદર્શનનું માપન, જેમાં કચરો મુક્ત શહેરો અને વિવિધ ODF શ્રેણીઓ (ODF,ODF+,ODF++,Jal+) માટે સ્ટાર રેટિંગનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એક બાહ્ય એજન્સી કોલ્સ, સ્થળ મુલાકાત અને રેન્ડમ એરિયા ચેક દ્વારા તમામ ડેટાની ચકાસણી કરે છે. પારદર્શિતા અને વિશ્વસનીયતા માટે મૂલ્યાંકનકર્તા પ્રવૃત્તિઓને જિયો-ટેગ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button