નેશનલ

Indore લોકસભા બેઠકે નવો રેકોર્ડ બનાવ્યો, Nota માં પડેલા મત એક લાખને પાર

ઈન્દોર : દેશમાં આ વખતે સૌથી વિવાદાસ્પદ રહેલી લોકસભા બેઠક ઈન્દોરે(Indore)એક નવો રેકોર્ડ બનાવ્યો છે. લોકસભા બેઠકો પર આજે મતગણતરી(Loksabha Election Result) કરવામાં આવી રહી છે. જેમાં મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠક પર પરિણામોના વલણ સામે આવી રહ્યા છે. ત્યારે ઈન્દોર લોકસભા બેઠક ચર્ચામાં છે. ઈન્દોરમાં ભાજપની કવાયતો યુક્તિઓ નિષ્ફળ નીવડી છે. જેમાં આ વખતે નોટા (NOTA)એ ઈન્દોરમાં રેકોર્ડ બનાવ્યો છે. જેમાં એક લાખથી વધુ લોકોએ NOTAને મત આપ્યા છે.

ઈન્દોરના લોકો સમજી વિચારીને તેની મત આપે છે

ઈન્દોર લોકસભા સીટ આ વખતે સૌથી વિવાદાસ્પદ સીટ રહી છે. કારણ કે વિપક્ષે આ બેઠક પરના ઘટનાક્રમને લોકશાહીની હત્યા ગણાવી હતી. ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર છે અને ઈન્દોરના લોકો સમજી વિચારીને તેની મત આપે છે. ઈન્દોરમાં ભાજપનું વર્ચસ્વ વર્ષોથી ચાલુ છે. આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતશે તે પહેલાથી જ નક્કી હતું. કોંગ્રેસ મેદાનમાં ન હોવાને કારણે ભાજપ કેટલા માર્જિનથી ચૂંટણી જીતે છે તેની જ ચર્ચા હતી.

કોંગ્રેસે NOTAમાં મતદાન કરવાની અપીલ કરી

જેમાં ઈન્દોરમાં નોટાને મળેલા મતોની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. જો કે હાલ તો ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી મોટી લીડ સાથે નંબર વન પર ચાલી રહ્યા છે.કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ કોંગ્રેસે NOTAમાં મતદાન કરવાની અપીલ કરી હતી.શંકર લાલવાણીએ લોકસભા ચૂંટણી 2019માં પણ આ બેઠક પર કોંગ્રેસના પંકજ સંઘવીને 5 લાખ 47 હજાર મતોથી હરાવ્યા હતા.

NOTAમાં અત્યાર સુધીમાં 108408 વોટ પડ્યા

હાલ ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી 617911 મતોથી આગળ છે.ઇન્દોરે લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી NOTA પર સૌથી વધુ મત મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે.ઇન્દોરમાં બીએસપી ઉમેદવાર સંજય બીજા સ્થાને છે.બહુજન સમાજ પાર્ટીના સંજય સોલંકી ત્રીજા ક્રમે છે. જ્યારે NOTAમાં અત્યાર સુધીમાં 108408 વોટ પડ્યા છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button