ઇન્દોરના ભાગીરથપુરામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, રાજ્ય સરકારે શું કાર્યવાહી કરી?

ઇન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુ બાદ ભગીરથપુરામાં કોંગ્રેસના નેતાઓની મુલાકાત લેવા માટે પહોંચ્યાં હતાં. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. કોંગ્રેસ કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે આવ્યાં હોવાથી પરિસ્થિતિ વણસી ગઈ હતી. આ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસને બોલાવવી પડી હતી. ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે અનેક લોકોના મોત થયાં છે, હજી પણ કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભગીરથપુરામાં ‘પાછા જાઓ, પાછા જાઓ’ના નારા લાગ્યાં
વિગતે વાત કરવામાં આવે તો, કોંગ્રેસના નેતાઓ દૂષિત પાણી પીવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મળવા ઝૂંપડપટ્ટીમાં આવ્યા હતા. ભાજપના કાર્યકરોએ રહેવાસીઓ સાથે મળીને કાળા ઝંડા લહેરાવી રહ્યા હતા અને “પાછા જાઓ, પાછા જાઓ!” ના નારા લગાવી રહ્યા હતા. તો સામે કોંગ્રેસે પણ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હોવાથી માહોલ ગરમાઈ ગયો હતો. સ્થિતિ વધારે ઉગ્ર થઈ રહી હોવાના કારણે પોલીસને બોલાવવી પડી અને કોંગ્રેસના કાર્યકરોને આ વિસ્તારથી દૂર લઈ જવામાં આવ્યાં હતાં
આ પણ વાંચો : ઈન્દોરમાં દૂષિત પાણીનો કહેર: મૃત્યુઆંક વધ્યો, હજુ 32 જણ આઈસીયુમાં
પોલીસે મહામહેનતે કાર્યકરોને અલગ કરવા પડ્યા
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી જેથી પોલીસે મહામહેનતે કાર્યકરોને અલગ કરવા પડ્યા હતાં. એક કલાક સુધી કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો ઝડઘો કરતા રહ્યાં. પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. વિરોધ પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસ મહિલા કોંગ્રેસના પ્રમુખ રીના બૌરાસી, કોંગ્રેસ પ્રમુખ ચિન્ટુ ચોક્સી અને ભૂતપૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્માએ કેટલાક પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો : દૂષિત પાણી અંગેનો સવાલ ઈન્દોરના MLAને ફાલતુ લાગ્યો: પત્રકાર સાથે કર્યું અભદ્ર વર્તન, વીડિયો થયો વાયરલ
સરકારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમારની બદલી કરી
આ મામલે સરકારે પણ કાર્યવાહી કરી છે. ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર યાદવની બદલી કરી નાખી છે. તેમના સ્થાને IAS ક્ષિતિજ સિંઘલને નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સિંઘલ અગાઉ મધ્યપ્રદેશ વીજળી વિતરણ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. સરકાર દ્વારા મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.



