નેશનલ

ઈન્દિરા ગાંધી ભાઇ ભત્રીજાવાદની પેદાશ હતી… Emergencyની રિલીઝ પહેલા કંગનાના નિવેદનથી વિવાદ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ કંગના રનૌત આ દિવસોમાં તેની પોલિટિકલ-ડ્રામા ફિલ્મ ‘ઇમરજન્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ તેણે એક જાણીતા મીડિયા હાઉસ સાથે વાતચીતમાં ગાંધી પરિવાર તેમજ ભાઇ ભત્રીજાવાદ અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કંગનાએ જણાવ્યું હતું કે તે પૂર્વ વડાપ્રધાનને ખૂબ જ મજબૂત મહિલા માનતી હતી, પરંતુ ઊંડા અભ્યાસ પછી હવે તે માને છે કે તેઓ (ઇન્દિરા ગાંધી) ઘણા નબળા હતા અને તેમને પોતાના પર ભરોસો નહોતો. વ્યક્તિ જેટલો નબળો હોય તેટલો તે આસપાસના લોકો પર વધુ નિયંત્રણ ઇચ્છતો હોય છે. ઈન્દિરા ગાંધી ભત્રીજાવાદની પેદાશ હતા. તેઓ તેમની આસપાસના ઘણા લોકો પર જ નિર્ભર હતા, જેમાંના એક તો તેમના પુત્ર સંજય ગાંધી જ હતા. તેઓ સતત પોતાની જાતને કોઈને કોઈ રીતે ન્યાયી ઠેરવવા માંગતા હતા.

આ પણ વાંચો: કંગના રનૌત સ્ટારર ઇમરજન્સી ટ્રેલર-2 થયું રિલીઝ…

મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં કંગનાએ કહ્યું હતું કે આ ફિલ્મ પર કામ શરૂ કરતા પહેલા સુધી મને લાગતું હતું કે ઇન્દિરા ગાંધી ઘણા મજબૂત મહિલા હતા, પણ જેમ જેમ તેણે ઇન્દિરા વિશે સંશોધન કર્યું તેમ તેમ તેની ઇન્દિરા વિશેની બધી ધારણાઓ બદલાઇ ગઇ. જોકે, તેણે એમ પણ જણાવ્યું હતું કે તેણે ફિલ્મમાં ઈન્દિરા ગાંધીને ખૂબ જ ગૌરવ સાથે દર્શાવવા માટે ખૂબ કાળજી લીધી છે. તેણે પ્રિયંકા ગાંધી વાડરાને ‘ઇમરજન્સી’ જોવા માટે આમંત્રણ આપવાની વાત પણ કરી હતી. કંગનાના આવા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છેડાઇ ગયો છે.

કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મ સમીક્ષક અને અભિનેતા કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેએ સોશિયલ મીડિયા માધ્યમથી તેના નિવેદનની ટીકા કરી છે. લોકો જણાવી રહ્યા છે કે કંગનાના નિવેદનો તો આમ પણ કોઇ ગંભીરતાથી લેતા જ નથી.

આ પણ વાંચો: કંગનાના ગાંધીજી વિશેના લવારા સામે ભાજપ કેમ ચૂપ?

કંગના અગાઉ ‘ગેંગસ્ટર’, ‘તનુ વેડ્સ મનુ’, ‘ફેશન’, ‘પંગા’ જેવી ફિલ્મોમાં દમદાર અભિનય દર્શાવી ચૂકી છે. હવે કંગના ઇમરજન્સી ફિલ્મ લઇને આવી છે, જેમાં તેણે ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. આ પહેલા પણ કંગના રનૌત સ્ક્રીન પર વાસ્તવિક જીવનના પાત્રો ભજવી ચૂકી છે. અગાઉ તેણે ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’માં રાણી લક્ષ્મીબાઈ અને ‘થલાઈવી’માં તમિલનાડુના મુખ્ય પ્રધાન જે જયલલિતાની ભૂમિકા ભજવી હતી.

1975માં તત્કાલિન વડાપ્રધાન દ્વારા લાદવામાં આવેલી 21 મહિનાની
Emergency દર્શઆવતી ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કંગના રનૌતે જ કર્યું છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button