વિમાનમાં મુસાફરે મચાવી ધમાલ! ઇન્ડિગો એરલાઇન્સ અને પેસેન્જરે સામસામે ફરિયાદ નોંધાવી...
નેશનલ

વિમાનમાં મુસાફરે મચાવી ધમાલ! ઇન્ડિગો એરલાઇન્સ અને પેસેન્જરે સામસામે ફરિયાદ નોંધાવી…

નવી દિલ્હીઃ વિમાનમાં અચાનક ખરાબી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે, તેનામાં ઈન્ડિગો એરલાઇન્સની દિલ્હીથી કોલકાતા જતી એક ફ્લાઇટમાં યાત્રીએ ભારે હંગામો મચાવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ફ્લાઇટ નંબર 6ઈ 6571માં એક યાત્રીએ દારૂ પીને ધમાલ મચાવી હોવાનું જાણવા મળ્યું છે. આ યાત્રી ફ્લાઇટમાં 31ડી નંબરની સીટ પર બેઠો હતો. આ દરમિયાન તેને દારૂ પીધા બાદ ક્રૂ મેમ્બર સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ મુસાફરે કરેલી ધમાલના કારણે ફ્લાઇટ ત્રણ કલાક લેટ થઈ હતી.

દારૂ પીધા બાદ કથિત રીતે ધાર્મિક નારાઓ લગાવ્યાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, વકીલ હતો અને દારૂ પીધા બાદ કથિત રીતે ધાર્મિક નારાઓ લગાવ્યાં હતા. આ સાથે સાથે લોકોને પરેશાન પણ કર્યાં હતાં.

જો કે, તંત્ર દ્વારા આ સમગ્ર ઘટનાની વિગતે આપવામાં આવી અને કોલકાત એરપોર્ટ પર પહોંચીને વિમાનમાં ધમાલ મચાવનારા વ્યક્તિને સુરક્ષા કર્મચારીઓના હવાલે કરી દેવામાં આવ્યો હતો. એરલાઇન્સે પણ આ મામલે ફરિયાદ કરીને હોવાથી અત્યારે તપાસ ચાલી રહી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ તેવું અન્ય મુસાફરોએ પણ જણાવ્યું હતું.

ક્રૂ અને યાત્રીએ સામસામે ફરિયાદ નોંધાવી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઇન્ડિગોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે મુસાફરો અને ક્રૂની સલામતી માટે આવા કૃત્યોને સહન કરતું નથી. જોકે, મુસાફરે આ આરોપોને નકારી કાઢ્યા છે. તેનો દાવો છે કે તેણે ફ્લાઇટમાં દારૂ પીધો ન હતો, પરંતુ એરપોર્ટ પર ચઢતા પહેલા બીયર ખરીદી હતી, જેની રસીદ તેની પાસે છે.

મુસાફર અને ક્રૂ બંનેએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી છે. ફ્લાઇટમાં આવી ઘટનાઓ સતત વધી રહી છે. યાત્રા દરમિયાન શાંતિ રાખવી અને બીજા કોઈને હેરાન ના કરવા તેનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે પરંતુ આવા લોકોના કારણે અન્ય મુસાફરો વધારે હેરાન થતા હોય છે. જો કે, આ મુસાફર સામે તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે તેવું એરલાઇન્સે જણાવ્યું હતું.

આ પણ વાંચો…ભારત સરકારનો યુ-ટર્ન, તુર્કિશ એરલાઇન્સ સાથે વિમાન કરારોને મંજૂરી આપવામાં કવાયત

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button