નેશનલ

પાકિસ્તાનના ઘમંડથી 200થી વધુના જીવ જોખમમાં મૂકાયા! દિલ્હી-શ્રીનગર ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ મામલે ખુલાસો

નવી દિલ્હી: બુધવારે સાંજે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં મેજર ટર્બ્યુલન્સનો અનુભવ (Major Turbulence in Delhi-Srinagar Flight) થયો હતો. ફ્લાઈટના કેપ્ટને એરપોર્ટને ઈમરજન્સી જાહેરાત કરી હતી, સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી.

અચાનક કરા પડવા(Hailstorm)થી ઇન્ડિગોના એર ક્રાફ્ટના આગળના ભાગને નુકશાન પહોંચ્યું હતું. એવામાં અહેવાલ છે કે ટર્બ્યુલન્સ ટાળવા પાઇલટે શરૂઆતમાં પાકિસ્તાનના લાહોર એર ટ્રાફિક કંટ્રોલ(ATC) પાસેથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં થોડા સમય માટે પ્રવેશવાની પરવાનગી માંગી હતી; જોકે, આ વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.

આપણ વાંચો: દેશના આ 6 એરપોર્ટ પર આજથી ફરી ફ્લાઇટ્સ શરૂ થશે, આ એરલાઈન્સે આપી માહિતી

એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ફ્લાઇટ 6E 2142 સાથે બનેલી આ ઘટનાની તપાસ કરી રહ્યું છે, જેમાં મેજર ટર્બ્યુલન્સનો અનુભવ થયો હતો.

ઈન્ડીગોની ફ્લાઈટ 6E 2142 માં મુસાફરો અને કેબીન ક્રૂ સહીત 220થી વધુ લોકો સવાર હતાં જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદોનો પણ સમાવેશ થાય છે.

ફ્લાઈટ દિલ્હીથી ટેક ઓફ થયા બાદ હવામાં હતી ત્યારે અચાનક હવામાન બદલાયું હતું, કરા પડવા લગતા પાઇલટે શ્રીનગર એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલને “ઇમરજન્સી” જાહેર કરી. સદભાગ્યે એરક્રાફ્ટ સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.

આપણ વાંચો: શ્રીનગરથી પરત ફરતા મુસાફરોને રાહત, એરલાઈન્સે ભાડામાં કર્યો ઘટાડો

લાહોર ATC એ વિનંતીને નકારી કાઢી:

અહેવાલ મુજબ એરક્રાફ્ટ અમૃતસર ઉપર ઉડી રહ્યું હતું ત્યારે ટર્બ્યુલન્સનનો અનુભવ થયો હતો. પાઈલોટે લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી માંગી. જોકે, લાહોર ATC એ વિનંતીને નકારી કાઢી હતી.

લાહોર ATC એ વિનંતીને નકારી કાઢતા એરક્રાફ્ટે તેનો મૂળ ફ્લાઈટ પાથ જાળવી રાખ્યો અને ટર્બ્યુલન્સમાંથી પસાર થવું પડ્યું હતું.

આપણ વાંચો: સરકારે એરલાઈન્સના કાન આમળ્યા તો શાન ઠેકાણે આવી, જાણો કઈ કંપનીએ રેટ ઘટાડ્યાં

તો પાકિસ્તાન જવાબદાર હોત:

બુધવારે એક નિવેદનમાં, ઇન્ડિગોએ જણાવ્યું હતું કે દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટ 6E 2142 પર મુસાફરી દરમિયાન અચાનક કરા પડવા લાગ્યા.

એરક્રાફ્ટ શ્રીનગરમાં સુરક્ષિત લેન્ડ થયું હતું. પરંતુ, જો કોઈ દુર્ઘટના બની હોત તો પાકિસ્તાનનું ઘમંડ લોકોના મોત માટે જબદાર બન્યું હોત. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. DGCAના તાપસ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આપણ વાંચો: ઈન્ડિગો એરલાઈન્સે લાંચ આપવાની કોશિશ કરી! હેરાન થયેલા પેસેન્જરે લગાવ્યા ગંભીર આરોપ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદે અનુભવ વર્ણવ્યો:

તૃણમૂલ કોંગ્રેસના પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ ફ્લાઇટમાં હતું, જેમાં ડેરેક ઓ’બ્રાયન, નદીમુલ હક, સાગરિકા ઘોષ, માનસ ભૂનિયા અને મમતા ઠાકુરનો સમાવેશ થાય છે. સાગરિકા ઘોષે કહ્યું, “અમે મોતના મુખમાંથી બચીને આવ્યા. મને લાગ્યું કે મારું જીવન પતી ગયું છે. લોકો ચીસો પાડી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા અને ગભરાઈ રહ્યા હતા.”

બંને દેશોએ એરસ્પેસ બંધ કર્યા:

પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. જવાબમાં, ભારતે પણ પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button