નેશનલ

ઇન્ડિગો એરલાઈન્સની મુશ્કેલી વધી, પાયલોટોના ઓપન લેટરમાં સીઈઓ પર ગંભીર આક્ષેપ

નવી દિલ્હી : દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઇન્ડિગો છેલ્લા અનેક દિવસોથી ઓપરેશન ઇસ્યુનો સામનો કરી રહી છે. આ દરમિયાન ઇન્ડિગોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ઇન્ડિગોના પાયલોટોનો એક ઓપન લેટર પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઇન્ડિગોના સીઈઓ પીટર આલ્બર્સ સહિત અનેક અધિકારીઓ પર એરલાઈનને ડૂબાવવાનો આરોપ લગાવ્યો છે.

શરૂઆતનો વિકાસ ધીરે ધીરે લોભમાં પરિવર્તિત થયો

આ પત્રમાં લખનાર કર્મચારીનું નામ નથી પરંતુ પોતાની જાતને ઇન્ડિગોમાં ચાલી રહેલી સ્થિતીનો સાક્ષી માને છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિગો એક દિવસ તૂટી ગઈ અને આ સ્થિતી વર્ષોથી ચાલતી હતી. આ પત્રમાં ઇન્ડિગોની સ્થાપનાની વાત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનો શરૂઆતનો વિકાસ ધીરે ધીરે લોભમાં પરિવર્તિત થયો હતો.

આ પણ વાંચો : સંકટગ્રસ્ત ઇન્ડિગો એરલાઇનના માલિક કોણ છે, જાણો ક્યાં ક્યાં વિસ્તરેલો છે બિઝનેસ?

વધારાનો વર્કલોડ કોઈપણ વધારાના પગાર વિના લાદવામાં આવ્યો

આ પત્ર અનુસાર એરલાઇનનું પતન ત્યારે શરૂ થયું જ્યારે મેનેજમેન્ટે, અનુભવ અને લાયકાતોને અવગણીને એવા વ્યક્તિઓને વરિષ્ઠ હોદ્દા સોંપ્યા જેમની પાસે કુશળતા કે કાર્યકારી સમજ નહોતી. તેમજ મેનેજમેન્ટ પાયલોટ અને ક્રૂ નો થાક, સલામતી અને ફરજના નિયમોની સતત અવગણના કરવામાં આવી હતી. તેમજ થાક અને વધુ પડતા કામના કલાકોનો વિરોધ કરનારા ઘણા પાઇલટોને ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. તેમને ડરાવવામાં આવ્યા હતા અને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે રાત્રિ ફરજ, શિફ્ટ અને વધારાનો વર્કલોડ કોઈપણ વધારાના પગાર વિના લાદવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : દેશના 11 એરપોર્ટ પર 570 ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ, સરકારે લગાવ્યો ફેયર કેપ…

ઇન્ડિગોમાં અસંતોષ અને અવ્યવસ્થાથી ઓપરેશનલ કટોકટી

આ પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સમય જતાં, એરલાઇનમાં એક ટોક્સિક વર્ક કલ્ચર ઉભું થયું હતું. જેમાં પ્રતિભા કરતાં હોદ્દાની ચમકને પ્રાથમિકતા આપવામાં આવી. આ સમગ્ર અહેવાલ સૂચવે છે કે ઇન્ડિગોમાં અસંતોષ, અવ્યવસ્થા અને કર્મચારીઓના વધતા થાકને વર્ષોથી અવગણવામાં આવ્યો હતો. જેની અસરો હવે ઓપરેશનલ કટોકટી તરીકે પ્રકાશમાં આવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button