નેશનલ

ઇન્ડિગોએ આજે પણ 650 ફલાઈટ્સ રદ કરી, 1650 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે

નવી દિલ્હી : દેશમાં ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહેલી ઇન્ડિગોએ આજે પણ 650 ફલાઈટ્સ રદ કરી છે. જેના લીધે કંપની આજે તેની 2300માંથી 1650 ફલાઈટ ઓપરેટ કરશે. જોકે, આ સ્થિતીને સામન્ય બનતા હજુ સમય લાગશે. આ અંગે કંપનીના સીઈઓ પણ જણાવ્યું છે કે કંપની મુસાફરોની તકલીફને ઓછો કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ આ સ્થિતી 16 ડિસેમ્બર સુધી સામાન્ય બનવાની ધારણા છે.

મુસાફરો પરેશાન

ઇન્ડિગોએ છેલ્લા છ દિવસથી અનેક ફ્લાઈટો રદ કરી છે. જેના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. જેમાં શનિવારે, ઇન્ડિગોએ લગભગ 1,500 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. ઇન્ડિગોના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરના ઓપરેશનલ સમસ્યા વચ્ચે અમારા નેટવર્કમાં વધુ નોંધપાત્ર અને કાયમી સુધારા કરી રહ્યા છીએ. અમે રવિવારે 1,650 થી વધુ ફ્લાઇટ્સ ચલાવવાની યોજના બનાવી રહ્યા છીએ.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર વિદેશી મહિલાએ ટિકિટ વિન્ડો પર ચઢીને મચાવી ધમાલ, વાઈરલ વીડિયો જોઈ ચોંકી ઉઠશો…

138 સ્થળોમાંથી 137 પર ફ્લાઇટ્સ ચલાવી

રવિવારે, ઇન્ડિગોએ તેના 138 સ્થળોમાંથી 137 પર ફ્લાઇટ્સ ચલાવી હતી. કંપનીએ જણાવ્યું હતું કે 15 ડિસેમ્બર, 2025 સુધી બુકિંગ રદ કરવા અથવા ફરીથી શેડ્યૂલ કરવા માટે સંપૂર્ણ સુગમતા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : દેશના 11 એરપોર્ટ પર 570 ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ, સરકારે લગાવ્યો ફેયર કેપ…

ઇન્ડિગોએ ભૂલનો સ્વીકાર કર્યો છે

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર યાત્રીઓને છેલ્લા કેટલાક દિવસોથી હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાને લઈને DGCAએ એરલાઇન કંપની સામે કડક પગલાં ભર્યા છે. DGCAએ દ્વારા ઇન્ડિગોના CEO પીટર આલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ મોકલીને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. જેને લઇને હવે ઇન્ડિગોએ હવે એક નિવેદન જાહેર કર્યું છે અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button