લોકસભાના આંકડામાં ઇન્ડિગોની પોલ ખુલી! એરલાઈનનું આ વલણ કટોકટી તરફ દોરી ગયું

ભારતની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગોમાં સર્જાયેલી કટોકટીને કારણે દેશન એવિએશન સેક્ટરમાં ખળભળાટ આમચી ગયો છે. ડિસેમ્બરના પ્રથમ નવ દિવસમાં ઈન્ડિગોની 5,500 થી વધુ ફ્લાઇટ્સ રદ થતા, લાખો મુસાફરો હેરાન થયા હતાં. આ મુદ્દે સંસદમાં પણ ચર્ચા કરવામાં આવી રહી છે, એવામાં લોકસભા રજુ કરવામાં આવેલા આંકડામાં ગંભીર બાબતો જાણવા મળી છે, જે ઇન્ડિગો સામે સવાલ ઉભા કરે છે.
ઇન્ડિગો એરલાઈન જણાવી રહી છે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમીટ(FDTM)ના નવા ધોરણોને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. FDTMના નવા ધોરણોનો પ્રસ્તાવ સૌપ્રથમ જાન્યુઆરી 2024માં મૂકવામાં આવ્યો હતો. કેટલાક નવા ધોરણો જુલાઈમાં અમલમાં આવ્યા હતા, જયારે બાકીના ધોરણો 1 નવેમ્બરથી અમલમાં આવ્યા હતાં, આમ તૈયારી કરવા માટે ઇન્ડિગો એરલાઈન પાસે પૂરતો સમય હતો.
8 ડીસેમ્બરના રોજ લોકસભામાં રજુ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે આ વર્ષે માર્ચ અને ડિસેમ્બર વચ્ચે ઇન્ડિગોએ પાઇલટ્સની સંખ્યામાં 7% ઘટાડો કર્યો હતો, બીજી તરફ ઇન્ડિગોની તેની સર્વિસનો સતત વિસ્તાર કરી રહી હતી. આ તફાવત આગલ જતા હાલમાં ચાલી રહેલી કટોકટી તરફ દોરી ગઈ.
નોંધનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિગોના એરલાઇનના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) ઇસિડ્રો પ્રોક્વેરાસે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને સોંપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે નવા ધોરણે ધ્યાનમાં રાખીને વધુ 3% ક્રૂ મેમ્બર્સની જરૂર ઉભી થશે.
મતલબ કે એરલાઈનને ક્રૂ મેમ્બર્સની જરૂરીયાતમાં સંભવિત વધારા અંગે ખ્યાલ હતો. પરંતુ આંકડા દર્શાવે છે કે માર્ચ 2025માં ઇન્ડિગોના પાઇલટ્સની સંખ્યા 5,463 હતી કે 8 ડિસેમ્બરના રોજ ઘટીને 5,085 થઇ ગઈ હતી.
આ સમયગાળા દરમિયાન એર ઇન્ડિયાએ પાઇલટ્સની સંખ્યા 3,280 થી વધારીને 6,350 કરી હતી; અને સ્પાઇસજેટે પાઇલટ્સની સંખ્યા 369 થી વધારીને 385 કરી હતી.
આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ ભારતની એરલાઈન્સ માટે ક્રૂ રોસ્ટરિંગના નવા ધોરણો રજુ કરવામાં આવ્યા હતાં, નવા ધોરણોનો હેતુ ઇલટ્સનો થાક ઘટાડવા અને ફ્લાઈટ્સ સેફટી વધરવાનો છે.
હાલ ચાલી રહેલી કટોકટીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈન્ડિગો એર લાઈનને નવા ધોરણોમાંથી ફેબ્રુઆરી 2026 સુધી છૂટ આપી છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એર લાઇન પાઇલોટ્સ એસોસિએશન (IFALPA)એ ભારત સરકારના આ વલણની ટીકા કરી છે.
કેનેડાના મોન્ટ્રીયલ IFALPA ના પ્રમુખ કેપ્ટન રોન હેએ જણાવ્યું હતું કે નવા નિયમોમાં ઇન્ડિગો એરલાઈનને મુક્તિ આપવાનો ભારત સરકારનો નિર્ણય ચિંતાજનક છે કારણ કે તે વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત નથી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ઈન્ડીગોની ફ્લાઈટ્સની સંખ્યામાં 10%નો ઘટાડો કરવામાં આવશે, જેનાથી એરલાઈન નવા ફ્લાઇટ રોસ્ટરિંગ ધોરણોને પૂર્ણ કરી શેક છે.
આપણ વાંચો: ઇન્ડિગો એરલાઈન્સ વિરુદ્ધ એકશન, ફ્લાઈટ ઓપરેશનમાં 10 ટકાનો ઘટાડાનો નિર્દેશ



