નેશનલ

હવાઈ ​​હુમલા બાદ હવે ભારતનો પાકિસ્તાન પર જળ હુમલો, ચિનાબ નદીનું પાણી છોડવામાં આવ્યું

જમ્મુ અને કાશ્મીરઃ ભારત અત્યારે પાકિસ્તાન પર દરેક બાજુથી વાર પ્રહાર કરી રહ્યું છે. હવાઈ હુમલાથી આસમાની વરસાદ સાથે હવે જમીન પર પણ પાણીનો વાર કરવામાં આવ્યો છે. પહેલા ભારતે પાકિસ્તાન જતી નદી પરના અનેક ડેમના દરવાજા બંધ કરી દીધા હતા. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ચિનાબ નદી પર બનલે બગલીહાર અને સલાલ ડેમને બંધ કરી દીધો હતો. મહત્વની વાત એ છે કે, આજે ચિનાબ નદી પર બનેલા બંને બંધના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના વીડિયો પણ પ્રકાશમાં આવ્યાં છે.

સલાલ ડેમના પણ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં

ભારતે થોડા દિવસો પહેલા જ ચિનાબ નદીનું પાણી રોકીને આકરો નિર્ણય લીધો હતો. જેમાં બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જો કે, જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે ડેમનું જળ સ્તર વધી ગયું હતું. જેના કારણે ચિનાબ નદી પર બનેલા બગલિહાર હાઈડ્રોીલેક્ટિક પાવર પ્રોજેક્ટ ડેમના બે દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. આ સિવાય વાત કરવામાં આવે તો, ચિનાબ નદી પર બનેલા રિયાસીના સલાલ ડેમના પણ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં છે. પાણીનું વહેણ વધારે તેજ હોવાથી પાકિસ્તાનની સ્થિતિ વધારે બગડી શકે છે.

તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિ રદ કરી દીધી

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરા નિર્ણયો લીધા હતાં. જેમાં સૌપ્રથમ સિંધુ નદી પર બનેલા બંધને બંધ કરી દીધો હતો. ઈ.સ 1960માં વિશ્વ બેંક દ્વારા સિંધુ જળ સંધિ કરવામાં આવી હતી. જેમાં તત્કાલીન ભારતીય વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિ રદ કરી દીધી હતી. અત્યારે પણ ભારત પાકિસ્તાન પર અનેક રીતે પ્રહારો કરીને આતંકવાદીનો ખાત્મો કરવા માટે યુદ્ધ કરી રહ્યું છે.

આ પણ વાંચો…JF-17નો એક પાકિસ્તાની પાયલટ રાજસ્થાનના લાઠીમાંથી પકડાયો, અન્ય એકની શોધ ચાલુ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button