ભારતની નવી પરમાણુ સબમરીન છેક પાકિસ્તાન અને ચીન સુધી ચર્ચા: પાકિસ્તાનના વિશ્લેષકે કહ્યું…
નવી દિલ્હી: ભારતની બીજી પરમાણુ સબમરીન INS અરિઘાત નેવીમાં સામેલ કરવામાં આવી છે. તે ભારતની અરિહંત વર્ગની બીજી પરમાણુ સબમરીન છે. અરિહંતને 2009માં ભારતીય નૌકાદળના કાફલામાં શામેલ કરવામાં આવી હતી. સબમરીન નેવીને સોંપ્યા બાદ ભારતના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ સબમરીન દેશના પરમાણુ દળને મજબૂત કરીને ક્ષેત્રમાં વ્યૂહાત્મક શાંતિ અને સંતુલન બનાવવામાં મદદ કરશે.
આ પણ વાંચો: ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક SMART મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ
જો કે આ સાથે જ ભારતની આ સબમરીનથી ચીન અને પાકિસ્તાન પણ પ્રભાવિત છે. પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક કમર ચીમાએ તેમની યુટ્યુબ ચેનલ પર આ સબમરીન અંગે ચર્ચા કરી છે. તેમણે ચીન, પાકિસ્તાન અને ભારત પર તેની અસર વિશે પણ ચર્ચા કરી છે.
આ પણ વાંચો: પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવા હાલાત, America એ ઘાતક યુદ્ધ જહાજને તૈનાત કરવાનો આદેશ આપ્યો
કમર ચીમાનું કહેવું છે કે આ સબમરીનને નેવીમાં સામેલ કરીને ભારતે ન માત્ર પોતાની શક્તિ વધારી છે પરંતુ ચીન અને પાકિસ્તાનને એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે. ચીમાએ કહ્યું કે ભારત સતત પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. તાજેતરમાં, રાજનાથ સિંહે તેમના યુએસ પ્રવાસ દરમિયાન સેનાની શક્તિ વધારવા માટે ઘણી સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી. આ સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ થવાથી સ્પષ્ટ છે કે દિલ્હી ચીન સાથે સ્પર્ધા કરી રહ્યું છે. તે માત્ર ચીન સાથે સ્પર્ધા કરવા માટે પોતાની તાકાત વધારી રહ્યો છે.
આ પણ વાંચો: ટૂંક જ સમયમાં Indian Navyમાં સામેલ થઈ જશે INS Surat
ચીમાએ કહ્યું કે ભારત પોતાના પરમાણુ હથિયારોનો ભંડાર વધારી રહ્યું છે. પ્રાદેશિક સંતુલનનો પણ આ પ્રયાસ હોવો જોઈએ. ભારતે એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ચીન પાસે આવી ઘણી સબમરીન છે તો ભારત કઈ ખાલી નથી. ચીમાનું માનવું છે કે ભારતની આ સબમરીનથી પાકિસ્તાનને કોઈ સમસ્યા નહીં થાય. ભારત પાસે અગાઉ પરમાણુ સબમરીન પણ હતી. દરિયામાં વારંવાર ચીન સાથે થઈ રહેલ પ્રશ્નોને લઈને ભારત પોતાની શક્તિ વધારી રહ્યું છે.