ઇન્ટરનેશનલ

પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવા હાલાત, America એ ઘાતક યુદ્ધ જહાજને તૈનાત કરવાનો આદેશ આપ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના(America)સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટીને પશ્ચિમ એશિયામાં મિસાઈલ ગાઈડેડ સબમરીન મોકલવાનો આદેશ આપ્યો છે અને ‘યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર ‘ને આ વિસ્તાર તરફ ઝડપથી આગળ વધવા માટે નિર્દેશ આપ્યો છે. ઓસ્ટીને આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે ઈઝરાયેલે ઈરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા અને બેરૂતમાં મુખ્ય હિઝબુલ કમાન્ડર ફૌદ શુકુરની હત્યા કરી હતી. જેની બાદ આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. આ હત્યાઓ પછી ઈરાન અને હિઝબુલ્લાહ તરફથી જવાબી હુમલાનો ડર છે. આ કારણે અમેરિકા પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં પોતાની સૈન્ય હાજરી વધારી રહ્યું છે.

અમેરિકા ઈઝરાયેલને મદદ કરવા તૈયાર

અમેરિકી સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓસ્ટિને ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટ સાથે વાત કરી હતી અને ઈઝરાયેલની સુરક્ષા માટે દરેક સંભવિત પગલા ભરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. રાયડરના જણાવ્યા મુજબ, ગેલન્ટ સાથેની તેમની વાતચીતમાં, ઓસ્ટિને વધતા પ્રાદેશિક તણાવનો સામનો કરવા માટે પશ્ચિમ એશિયામાં યુએસ સૈન્ય હાજરી અને ક્ષમતાઓને મજબૂત કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

એશિયા પેસિફિક ક્ષેત્રમાં ‘અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર’ને પહેલેથી જ આ ક્ષેત્રમાં હાજર ‘યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ એરક્રાફ્ટ’ નું સ્થાન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ‘યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ એરક્રાફ્ટ’ પશ્ચિમ એશિયાથી ટૂંક સમયમાં પરત ફરવાનું શરૂ કરશે.

સામાન્ય નાગરિકોની કાળજી લેવામાં આવી રહી છે

રક્ષા મંત્રી ઓસ્ટીને ગયા અઠવાડિયે કહ્યું હતું કે ‘ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર’ આ મહિનાના અંત સુધીમાં સેન્ટ્રલ કમાન્ડ વિસ્તારમાં પહોંચી જશે. ઓસ્ટિનના તાજેતરના આદેશનો અર્થ શું છે અથવા યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ પશ્ચિમ એશિયામાં કેટલી જલ્દી જશે તે રવિવારે સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું. F-35 ફાઇટર પ્લેન ઉપરાંત, F/A-18 ફાઇટર પ્લેન આ એરક્રાફ્ટ કેરિયર પર તૈનાત છે.
રાયડરે એ કહ્યું કે ઓસ્ટિન અને ગેલન્ટે ગાઝામાં ઈઝરાયેલના લશ્કરી ઓપરેશન અને નાગરિકોને થતા નુકસાનને ઘટાડવા અંગે પણ ચર્ચા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?