યમન પાસે LPG જહાજમાં વિસ્ફોટ: 23 ભારતીયને બચાવ્યાં, રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ

નવી દિલ્હીઃ યમનના અદનના કિનાર નજીકના ગેસવાળા એવી ફાલ્કનમાં વિસ્ફોટ પછી ભયાનક આગ લાગી હતી. 24માંથી 23 ભારતીયને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ જહાજ ઓમાનથી જિબુતી જઈ રહ્યા હતા. યુરોપિયન સંઘના નૌકાદળ દ્વારા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જહાજમાં પેટ્રોલિયમ પદાર્થ હોવાને કારણે વિસ્ફોટ ભયાનક થયો હતો, જ્યાંથી આસપાસ અવરવજવર કરનારા માર્ગે જોખમ વધી ગયું હતું.
બચાવ કામગીરી ચાલુ
હાલના તબક્કે બે જણ ગુમ છે, જ્યારે અકસ્માત થયો ત્યારે જહાજ ઓમાનથી સોહાર પોર્ટ રવાના થઈ જિબુતી જઈ રહ્યું હતું. વિસ્ફોટ પછી પાણીમાં જહાજ વહેવા લાગ્યું હતું. જહાજમાં આશરે 20 ટકા આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે તપાસ હાથ ધરવામાં આવી છે.
આગ લાગ્યા પછી દરિયામાં ઝંપલાવ્યું
જહાજ પર કુલ 24 ક્રૂ હતા, જે આગ પછી દરિયામાં ઝંપલાવ્યું હતું. યુરોપિયન સંઘ દ્વારા ઓપરેશન એસ્પાઈડ્સએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યાર પછી જહાજ પરના 23 ભારતીય ક્રૂને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકો ગુમ છે.
આગ પછી સર્જાયેલી દુર્ઘટનાથી જોખમ
અચાનક વિસ્ફોટ પછી આગ લાગવાના બનાવને કારણે લોકોને આશ્ચર્ય થયું છે, કારણ કે જહાજમાં પેટ્રોલિયમ પદાર્થથી લદાયેલું હતું. ધમાકાને કારણે જોખમ વધ્યું છે. યુરોપિયન સંઘ દ્વારા ઓપરેશન એરસ્પાઈડ્સ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે એમવી ફાલ્કન હવે દરિયાઈ કોરિડોર માટે મોટું જોખમ ઊભું થયું છે.
આ પણ વાંચો….કાનપુરમાં વિસ્ફોટ: બે સ્કૂટરમાં બ્લાસ્ટ થતા 8 જણ ઘાયલ, ષડયંત્ર કે પછી…