ભારતીયો કેમ છોડી રહ્યા છે દેશ? 13 વર્ષમાં 18 લાખથી વધુ નાગરિકો ‘વિદેશી’ બન્યા!
સારા ભવિષ્યની શોધ, ઉચ્ચ જીવનધોરણ, અને મજબૂત પાસપોર્ટ… જાણો શા માટે ભારતીય નાગરિકતા ત્યાગી રહ્યા છે લાખો લોકો.

પોતાના દેશથી બહાર બીજા દેશમાં વસવાટ કરવાની બાબતે ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. ભારતીય ડાયસ્પોરા વિશ્વનો સૌથી મોટો વિદેશી ડાયસ્પોરા છે. વિદેશ મંત્રાલયે સંસદમાં આપેલા આંકડા મુજબ લગભગ 1.3 કરોડ ભારતીય નાગરિકો હાલમાં વિદેશમાં રહે છે. એક અંદાજ મુજબ દર વર્ષે 25 લાખ ભારતીયો વિદેશમાં સ્થળાંતર કરે છે. આમાંથી એવા ઘણા લોકો છે સમય જતા ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશના નાગરિક બની જાય છે. ચિંતાજનક બાબતે એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય નાગરિકતા છોડવાના ટ્રેન્ડમાં વધારો થઇ રહ્યો છે.
આ બાબત ચિંતાજનક છે. દેશ એકતરફ વિકાસની નવી ઉડાન ભરી રહ્યો છે ત્યારે બીજી બાજુ દેશમાં નાગરિકોને બેઝિક જીવન જરુરી ચીજવસ્તુઓના અભાવ નડી રહ્યો છે. અપર મિડલ ક્લાસ જરુરી સુવિધાઓથી વંચિત રહે છે યા સરકાર ફક્ત ગરીબ વર્ગો પૂરતી રાહતો/સબ્સિડીઓ (લાડલી બહેના જેવી યોજનાઓ) ફાળવે રાખે છે, પરંતુ એનાથી વિપરીત તેમના ભાગે મસમોટા ટેક્સ ભરવા સિવાય કંઈ મળતું નથી. આ મુદ્દે મને-કમને લોકોમાં સરકાર પ્રત્યે યા સરકારી યોજનાઓ અંગે નારાજગી પ્રવર્તે છે.
આ પણ વાંચો: વિદેશમાં રહેતા ભારતીયોએ સ્વદેશ મોકલ્યા રેકોર્ડ તોડ નાણાં, આંકડો 11,000 અરબ રૂપિયાને પાર
ભારતીયોમાં નાગરિકતા છોડવાનો ટ્રેન્ડ વધ્યો
સંસદના ગત શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 13 વર્ષમાં 18 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે અને અલગ અલગ 135 દેશોની નાગરિકતા મેળવી છે. સરકારે આ પણ મુદ્દો ગયા વર્ષે ચોંકાવનારા આંકડા રજૂ કરી ચૂકી છે.
વિદેશ મંત્રાલયના આંકડા મુજબ વર્ષ વર્ષ 2021માં 1,63,370 લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી. વર્ષ 2022માં આ સંખ્યા 2,25,620 થઇ હતી, વર્ષ 2023માં 2,16,219 લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી. એક અંદાજ મુજબ વર્ષ 2024માં કુલ 3.2 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી, જે એક વર્ષમાં 47 ટકા જેટલો વધારો દર્શાવે છે.
આ પણ વાંચો: સ્વિસ બેંકમાં વર્ષ 2024માં ભારતીયોએ જમા કરાવ્યા આટલા કરોડ રૂપિયા
કોરોના વખતે નાગરિકતા છોડનારાની સંખ્યા વધુ હતી
વર્ષ 2011માં ભારતીય નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા 1,22,919 હતી, આ સંખ્યા વધીને 2019માં વધીને 1,44,017 થઇ હતી, જોકે ત્યાર બાદ વર્ષ 2020 આ સંખ્યા ઘટીને 85,256 થઇ હતી, આ ઘટાડા પાછળ કોવિડ મહામારીને કારણભૂત ગણવામાં આવે છે. ભારતની નાગરિકતા છોડતા લોકો યુએસ, કેનેડા, રશિયા, ચીન, ઇજિપ્ત, ન્યૂ ઝીલેન્ડ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, સ્પેન, સુદાન, સ્વિટઝર્લેન્ડ, ત્રિનિદાદ અને ટોબેગો, યુકે, તુર્કી, યુએઈ અને વિયેતનામની નાગરિકતા લઇ રહ્યા છે.
ભારતીય નાગરિકતા છોડવા પાછળના કારણો
સંસદના ગત શિયાળુ સત્રમાં રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકતા છોડવાના વધી રેહલા વલણ પાછળ વ્યક્તિગત કારણો જવાબદાર હોવાનું જણાવ્યું હતું. જો કે જાણકારોના મતે લોકોના ભારતીય નાગરિકતા છોડવા પાછળ સમાજિક ભેદભાવ, રાજકીય અસ્થિરતા અને જટિલ નીતિગઓ જેવા અન્ય ઘણા કારણો મુખત્વે જવાબદાર છે.
આ પણ વાંચો: ભારતીયો પૈસા વાપરે છે કે વેડફે છે? કપડા કરતા દારૂમાં વધારે ખર્ચે છે ને પછી લે છે વીમા કવચઃ જાણો અહેવાલ…
સારા પગાર અને કારકિર્દીમાં ઝડપથી પ્રમોશન
જાણકારોના મત મુજબ ભારતીયો મુખ્યત્વે અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશોમાં વધુ સારા પગાર અને કારકિર્દીમાં વધુ ઝડપથી બઢતી અને અન્ય આર્થિક તકો માટે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતમાં ઊંચા ટેક્સ રેટને કારણે લોકો અન્ય દેશના નાગરિક બનવાનું પસંદ કરી રહ્યા છે.
પશ્ચિમના દેશોનું હવામાન પણ વધારે અનુકૂળ
પશ્ચિમી દેશોમાં દેશ શ્રેષ્ઠ હેલ્થ કેર સિસ્ટમ અને ગુણવત્તા યુક્ત ઉચ્ચ શિક્ષણ વિદેશની નાગરિકતા મેળવવા પાછળ મેળવવા પછાળનું મુખ્ય કારણમાંનું એક છે. આ ઉપરાંત ભારતમાં વધી રહેલા વાયુ પ્રદુષણથી છુટકારો મેળવવા પણ લોકો પશ્ચિમી દેશોમાં કાયમ માટે વસવા જઈ રહ્યા છે, જ્યાં હવામાન પ્રમાણમાં ઘણું સ્વચ્છ રહે છે. આ ઉપરાંત સલામતી, સુરક્ષા અને રાજકીય સ્થિરતાને ધ્યાનમાં રાખીને લોકો ખાસ કરીને પશ્ચિમી દેશોની નાગરિકતા મળેવી રહ્યા છે.
પશ્ચિમ દેશના પાસપોર્ટ ભારત કરતા વધુ મજબૂત
પશ્ચિમી દેશોની નાગરિકતા પસંદ કરવાનું એક કારણ એ પણ છે કે પશ્ચિમી દેશનો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ કરતા બધુ મજબૂત છે. પશ્ચિમી દેશના પાસપોર્ટથી 150 થી વધુ દેશોમાં વિઝા-ફ્રી ઍક્સેસ મળે છે, જ્યારે ભારતીય પાસપોર્ટની માત્ર 57 દેશો દેશોમાં વિઝા-ફ્રી ઍક્સેસ મળે છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ટ્રમ્પ છે ત્યાં સુધી ભારતીયોએ અપમાનિત થવું પડશે…
પ્રત્યક્ષ-પરોક્ષ કરવેરામાં વધારાની બાબતથી અણગમો
સોશિયલ મીડિયા પર પણ ભારતીયોના નાગરિકતા છોડવાના કારણો અંગે ચર્ચા થઇ રહી છે. એક યુઝરે લખ્યું કે ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ ટેક્સમાં સતત થઇ રહેલા વધારા, ચૂંટણી દરમિયાન ફ્રી બીઝ અને જૂની અનામત પદ્ધતિને કારણે કેટલાક વર્ગને શિક્ષણ તથા નોકરીમાં થતા અન્યાય જેવા કારણોને જવાબદાર ઠેરવ્યા છે.
ભારત ઉપરાંત અન્ય દેશની નાગરિકતા એક સાથે મળી શકે?
કેટલાક દેશના નાગરિકો પોતાના દેશ ઉપરાંત અન્ય દેશની પણ નાગરિકતા ધરાવી શકે છે. પરંતુ, ભારતના બંધારણની કલમ 9 અને નાગરિકતા અધિનિયમ, 1955 ની કલમ 9ની જોગવાઈઓ અનુસાર બેવડી નાગરિકતાની મંજૂરી નથી.
ઓગસ્ટ 2005માં નાગરિકતા અધિનિયમ 1955માં સુધારો કરીને ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 26 જાન્યુઆરી, 1950 કે તે પછી ભારતના નાગરિક રહેલા ભારતીય મૂળના વિદેશી નાગરિકો OCI તરીકે નોંધણી કરાવી શકે છે.
આ પણ વાંચો: અમેરિકાએ વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ દેશ ન છોડનારા ભારતીયોને શું આપી ચેતવણી? જાણો…
નોંધાયેલા OCI બંધારણના અનુચ્છેદ 16 હેઠળ ભારતના નાગરિકને મળેલા અધિકારો માટે હકદાર રહેશે નહીં પણ કેટલાક ફાયદા મળે છે, જેમ કે કેટલાક શરતોને આધીન ભારતના આજીવન વિઝા, રહેવાની, કામ કરવાની અને મિલકત ધરાવવાની સ્વતંત્રતા મળે છે. જો કે આ યોજના હેઠળ લોકોને ભરતીય ચૂંટણીમાં મતદાન અથવા જાહેર હોદ્દો ધરાવવા જેવા રાજકીય અધિકારો મળતા નથી.
26 નવેમ્બર 2024ના રોજ અપડેટ કરાયેલા વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ 3.54 કરોડ નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) અને પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન્સ (PIO) (OCI સહિત) ભારતની બહાર વસે છે. જેના નાગરિકો મોટી સંખ્યામાં અન્ય દેશની નાગરિકતા પસંદ કરતા હોય એવા દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ફિજિ, મ્યાનમાર, થાઈલેન્ડ, નામિબિયા, નેપાળ અને શ્રી લંકાનો સમાવેશ થાય છે, જો કે આ બધા દેશો વિકાસ અને વૈશ્વિક પ્રભાવની દ્રષ્ટિએ ભારતથી નોંધપાત્ર રીતે પાછળ છે. ટૂંકમાં, ભારતીયોને વિદેશમાં સારા હવામાન (પ્રદૂષણરહિત), ઉજ્જવળ કારકિર્દી અને આર્થિક સદ્ધરતાનું કારણ જવાબદાર હોઈ શકે છે.