ટોપ ન્યૂઝનેશનલ

ઘટાડા સાથે ખુલ્યા બાદ શેર બાજારમાં રીકવરી, આ શેર્સને કારણે સેન્સેક્સ સુધર્યો

મુંબઈ: આજે ઘટાડા સાથે ઓપન થયા બાદ શેર બજાર હવે ધીમે ધીમે રિકવર (Indian Stock Market) થઇ રહ્યું છે. સેન્સેક્સ દિવસના નીચા સ્તર 79308.95 થી લગભગ 633 પોઈન્ટ સુધર્યો છે અને ગ્રીન માર્ક પર આવી ગયો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ, JSW સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, ટેક મહિન્દ્રા જેવા શેરોમાં ઉછાળાને કારણે સેન્સેક્સમાં સુધારો થયો છે. નિફ્ટી પણ હવે 31 પોઈન્ટ વધીને 24162 પર પહોંચી ગયો છે.

Also Read – સોનાના બદલે હવે શેર બજાર તરફ આકર્ષાઈ ગુજરાતી મહિલાઓ, આંકડો 25 લાખને પાર

નબળી ઓપનીંગ:
આજે અઠવાડિયાના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત સપાટ રહી હતી. આજે BSE સેન્સેક્સ 58.92 પોઈન્ટના ઘટાડા સાથે 79,743.87 પોઈન્ટ પર ખુલ્યો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 09.75 પોઈન્ટના વધારા સાથે 24,140.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે થોડા સમય બાદ બંને ઇન્ડેક્સમાં ઘટડો નોંધાયો હતો.

શુક્રવારે સેન્સેક્સ 759.05 પોઈન્ટના વધારા સાથે 79,802.79 પોઈન્ટ પર અને નિફ્ટી 216.95 પોઈન્ટના વધારા સાથે 24,131.10 પોઈન્ટ પર બંધ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button