
મુંબઈ: આ અઠવાડિયાના શરૂઆતથી જ ભારતીય શેર બજાર(Indian Stock Market)માં તેજી આજે પણ જોવા મળી રહી છે. આજે ગુરુવારે ભારતીય શેરબજાર ગ્રીન સિગ્નલમાં ખુલ્યું હતું. આજે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)નો ઇન્ડેક્સ SENEX 226.41 પોઈન્ટના વધારા સાથે 81,182.74 પોઈન્ટ પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)નો NIFTY પણ 71.7 પોઈન્ટના વધારા સાથે 24,539.15 પોઈન્ટ પર ખુલ્યો હતો.
સેન્સેક્સ-નિફ્ટીની કંપનીઓના શેર્સ:
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 19 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં અને 9 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ખૂલ્યા હતા. જ્યારે બાકીની બે કંપનીઓના શેર કોઈપણ ફેરફાર વગર ખૂલ્યા હતા. એ જ રીતે નિફ્ટીની 50 માંથી 25 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં ખૂલ્યા હતા અને 24 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ખૂલ્યા હતા, જ્યારે 1 કંપનીના શેર કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.
આઈટી કંપનીઓના શેર્સમાં ઉછાળો:
સેન્સેક્સની કંપનીઓમાં ઇન્ફોસિસના શેર આજે સૌથી વધુ 1.04 ટકાના વધારા સાથે ખુલ્યા હતા. ટીસીએસ 0.83 ટકા, બજાજ ફાઇનાન્સ 0.68 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.54 ટકા, ભારતી એરટેલ 0.34 ટકા, ટાઇટન 0.32 ટકા, સન ફાર્મા 0.32 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.31 ટકા, ટેક મહિન્દ્રા 0.27 ટકા, ITC 0.21 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.21 ટકા, એક્સિસ બેન્ક 0.21 ટકા, ICICI બેન્ક 0.16 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.14 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.13 ટકા, એચસીએલ ટેક 0.10 ટકા, ટાટા મોટર્સ 0.8 ટકા, એશિયન પેઈન્ટ્સ. 0.02 ટકા અને બજાજ ફિનસર્વનો શેર 0.01 ટકાના વધારા સાથે ખુલ્ય હતાં.
Also Read – ફરી પટકાયો રૂપિયો: જાણો કયા કારણો છે જવાબદાર
આ કંપનીઓના શેરમાં ઘટાડા સાથે ખુલ્યા:
આજે પાવર ગ્રીડના શેર મહત્તમ 0.68 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. આ ઉપરાંત અદાણી પોર્ટ્સના શેરમાં 0.36 ટકા, એનટીપીસીમાં 0.36 ટકા, એચડીએફસી બેન્કના શેરમાં 0.25 ટકા, જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં 0.20 ટકા, ટાટા સ્ટીલના શેરમાં 0.14 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 0.05 ટકા, લાર્સન એન્ડ ટર્બો 0.03 ટકા અને નેસ્લે ઈન્ડિયા 0.02 ટકાના ઘટાડા સાથે ખુલ્યા. જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર કોઈ ફેરફાર વગર ખુલ્યા હતા.
બુધવારે પણ શેરબજાર ગ્રીન સિગ્નલમાં સાથે ખુલ્યું હતું અને વધારા સાથે બંધ થયું હતું. જોકે ગઈ કાલે ટ્રેડિંગ દરમિયાન માર્કેટમાં ઘણી વોલેટિલિટી જોવા મળી હતી, પરંતુ ટ્રેડિંગ દરમિયાન થયેલો મોટો નફો અંતમાં ઘણો ઘટ્યો હતો.