નેશનલ

Indian Railwayએ પ્રવાસીઓની સુવિધા માટે લીધું મહત્ત્વનું પગલું, કરી આ મોટી Announcement

ભારતીય રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી વિશાળ કહી શકાય એવું નેટવર્ક છે અને સમયની સાથે સાથે ટ્રેનમાં પ્રવાસ કરવાનો અનુભવ પણ બદલાઈ રહ્યો છે. સ્ટેશનના નવનિર્માણથી લઈને નવી ટ્રેનની જાહેરાત હોય કે પછી ઈલેક્ટ્રિકિફેશનના કામથી લઈને લાઈનનું વિસ્તારીકરણનું કામ હોય એ મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અભૂતપૂર્વ ફેરફારો જોવા મળી રહ્યો છે.

સરકાર પણ પ્રવાસીઓની સુવિધા માટે નવી નવી સ્કીમ લઈને આવે છે. આ જ શૃંખલામાં ભારતીય રેલવેએ હવે પોતાના પ્રવાસીઓના આરામદાયક અમૃત ભારત એક્સ્પ્રેસની સફળતા બાદ હવે 50 વધુ અમૃત ભારત એક્સ્પ્રેસ આપવાની ઘોષણા કરી છે.

અત્રે ઉલ્લેખનીય કે 30મી ડિસેમ્બર, 2023ના જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી દેખાડી હતી. લોન્ચ કરવામાં આવેલી બે અમૃત ભારતમાંથી એક અમૃત ભારત ઉત્તર પ્રદેશના અયોધ્યાથી બિહારના દરભંગા વચ્ચે જ્યારે બીજી ટ્રેન પશ્ચિમ બંગાળના માલદાથી કર્ણાટકના બેંગ્લોર વચ્ચે દોડાવવામાં આવી રહી છે.

અમૃત ભારત એક્સ્પ્રેસની ખાસિયત વિશે વાત કરીએ તો આ ટ્રેન પણ ગરીબ રથની જેમ જ સામાન્ય પ્રવાસીઓને પોષાય એવા આરામદાયક પ્રવાસના હેતુથી શરૂ કરવામાં આવી હતી. જોકે, આમાં ફરક એટલો જ છે કે આ ટ્રેનમાં ગરીબ રથની જેમ કોઈ એસી કોચ નથી. આ સાથે સાથે જ આ ટ્રેનનું ભાડું, આપવામાં આવેલી સુવિધાઓની સરખામણીએ ખૂબ જ સસ્તુ છે. આ ટ્રેનને ખાસ કરીને સામાન્ય પ્રવાસીઓ અને મજૂરોને ધ્યાનમાં લઈને દોડાવવામાં આવે છે.

ગઈ કાલે જ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે અમૃત ભારત ટ્રેનને મોટી સફળતા મળી છે અને એ જોતા વધુ 50 વધુ અમૃત ભારત ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રેનને વંદે ભારતથી પણ ઓછા ખર્ચે પ્રવાસીઓ માટે રજૂ કરવામામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…