Indian Railwayએ પ્રવાસીઓને રિફંડને લઈને આપ્યા Good News…

ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ અને આટાપાટાવાળું નેટવર્ક છે. દરરોજ અહીં હજારો-લાખોની સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવે છે અને હવે Indian Railway દ્વારા પ્રવાસીઓને ગુડ ન્યૂઝ આપવામાં આવ્યા છે. આ ન્યુઝ ટિકિટ કેન્સલેશન અને રિફંડ સંબંધિત છે.
મળી રહેલી માહિતી અનુસાર ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે જો તમારી ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં છે અને તે કન્ફર્મ નથી થતી તો તમારી ટિકિટ કેન્સલ થઈને તમને રિફંડ આવી જાય છે. IRCTC રિફંડ સર્વિસને ફાસ્ટ બનાવવા માટે સેન્ટ્રલ ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) સાથે મળીને કામ કરી રહી છે.
જ્યારે પણ તમે IRCTCની વેબસાઈટ કે એપ પરથી ટિકિટ બુક કરાવો છો તો ઘણી વખત એવું બને છે કે તમારી ટિકિટ બુક પણ નથી થતી અને પૈસા ડેબિટ થઈ જાય છે. એટલું જ નહીં આ રિફંડ આવવા માટે આશરે 2-3 દિવસનો સમય પણ લાગી જાય છે અને અમુક કિસ્સામાં તો ક્યારેક અઠવાડિયા બાદ આ રિફંડ આપવામાં આવે છે. પરંતુ હવે આવું નહીં થાય.
હવે એક જ કલાકમાં તમને રિફંડના પૈસા પાછા મળી જશે. જોકે, અત્યારે આ પ્રોસેસ થોડી સ્લો છે, પરંતુ એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં જ આ સર્વિસ લોન્ચ કરવામાં આવશે.
જો તમારે પણ IRCTC પાસેથી રિફંડ મેળવવું છે તો તમારે ટ્રેન ડિપાર્ચર થવાના 30 મિનિટ પહેલાં ટિકિટ કેન્સલ કરીને ટીડીઆર ફાઈલ કરવું પડશે. જો તમે આવું નહીં કરો તો તમને રિફંડ નહીં મળે. એક વખત ટીડીઆર ફાઈલ કર્યા બાદ રેલવે દ્વારા એને વેરિફાઈ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં જો તમે સમય પહેલાં ટિકિટ કેન્સલ નહીં કરાવો અને ટીડીઆર નહીં ફાઈલ કરવાનું ચૂકી જશો તો પણ તમને રિફંડ નહીં આપવામાં આવશે.