
નવી દિલ્હી: ભારતીય રેલ્વે(Indian Railway)એ વધુ એક એક મોટી સિદ્ધિ મેળવી કરી છે. એક જાહેર સેવાના કાર્યક્રમોમાં એક સાથે અનેક સ્થળોએ સૌથી વધુ લોકો હાજરી બદલ ભારતીય રેલવેનું ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ'(Limca Book of Records )માં નામ નોંધવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયે 26 ફેબ્રુઆરી 2024ના રોજ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન 2140 સ્થળોએ કરવામાં આવ્યું હતું અને તેમાં 40,19,516 લોકોએ ભાગ લીધો હતો.

Image: PIB
અહેવાલ મુજબ રોડ ઓવર/અંડર રેલ્વે બ્રિજના ઉદ્ઘાટન અને રેલ્વે સ્ટેશનોના શિલાન્યાસ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) મુખ્ય અતિથિ હતા. ભારતીય રેલવેના આ મોટા પ્રયાસમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સિદ્ધિ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવી છે.
Read more: Manipur Violence: મણિપુરના CM આવાસ પાસે ભીષણ આગ, પૂર્વ IAS ઓફિસરનું ઘર બળીને ખાખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એકવાર અશ્વિની વૈષ્ણવે બીજી વખત રેલવે મંત્રાલયનો હવાલો સંભાળ્યો છે. અશ્વિની વૈષ્ણવને રેલ્વે મંત્રાલયની સાથે સાથે માહિતી અને પ્રસારણ મંત્રાલય પણ મળ્યું છે. રેલવે પ્રધાન તરીકેના બીજા કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવ સામાન્ય મુસાફરોને રાહત મળે તેવા નિર્ણય લેવી અપેક્ષા છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ બીજા કાર્યકાળમાં તેમની પ્રાથમિકતા વેઇટિંગ ટિકિટની સમસ્યાને દૂર કરવાની રહેશે. તે આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા માંગે છે. દરેકને કન્ફર્મ ટિકિટ મળી રહે તે માટે રેલવે મંત્રાલયે પણ પ્રયાસો શરૂ કર્યા છે.
Read more: G7 સમિટ દરમિયાન વડા પ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને ગળે મળ્યા, ભારત આવવાનું આમંત્રણ
એક અંદાજ મુજબ, જો રેલવે દરરોજ ત્રણ હજાર વધારાની ટ્રેનો દોડાવે તો વેઇટિંગ ટિકિટની સમસ્યા હલ થઈ શકે છે.