Indian Railwayના આ મહત્ત્વના નંબર વિશે જાણો છો કે? જાણી લેશો ફાયદામાં રહેશો…
ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું ચોથા નંબરનું વિશાળ રેલવે નેટવર્ક છે. દરરોજ લાખો-કરોડો પ્રવાસીઓ ભારતીય રેલવેની ટ્રેનોમાં પ્રવાસ કરે છે. આવા સમયે રેલવેમાં મદદ મેળવવા માટે અને અસુવિધાની ફરિયાદ કરી શકાય એ માટેના હેલ્પલાઈન નંબર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ હેલ્પલાઈન નંબર ખૂબ જ કામના હોય છે અને તેની જાણ દરેકને હોવી જરૂરી છે. આજે આપણે અહીં એના વિશે જ વાત કરીશું.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેના મુસાફરો ધ્યાન આપો.. આવતા અઠવાડિયાથી 35 દિવસનો મેગા બ્લોક, 650 થી 700 ટ્રેનો થશે રદ…
મુંબઈમાં તો લોકલ ટ્રેનોને લાઈફલાઈનનો દરજ્જો આપવામાં આવ્યો છે. સમય જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ તેમ ભારતીય રેલવે પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓમાં ફેરફાર કરી રહ્યું છે, પરંતુ તેમ છતાં ઘણી વખત એવું બને છે પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સમયે રેલવે દ્વારા અલગ અલગ હેલ્પલાઈન (Railway Helpline Numebr) જારી કરવામાં આવે છે. આજે અમે અહીં તમને રેલવેના મહત્ત્વના નંબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને પ્રવાસ દરમિયાન મદદ કરશે. આવો જોઈએ કયા છે આ નંબર અને તે કઈ કઈ સમસ્યામાં મદદરૂપ સાબિત થશે-
જો તમે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છો અને તમારા કોચમાં ગંદગી જોવા મળે છે કે પછી ચાર્જિંગ પોઈન્ટ યોગ્ય રીતે કામ નથી કરતાં. આવી પરિસ્થિતિમાં તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર તો મેસેજ પોસ્ટ કરીને રેલવે ઓફિશિયલ્સને ફરિયાદ કરી જ શકો છો. પરંતુ આ સાથે સાથે જ રેલવે હેલ્પલાઈન નંબર 138 પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો. આ નંબર પર ફોન કરીને તમે સ્વચ્છતા, ફૂડ એન્ડ કેટરિંગ, કોચ મેઈન્ટેનન્સ, મેડિકલ ઈમર્જન્સી અને બેડિંગ રોલ જેવી બાબતોની ફરિયાદ કરી શકો છો.
આ પણ વાંચો: ભારતીય રેલવેની આ ટ્રેન ડિસેમ્બર સુધી થઈ શકે છે શરૂ, જાણો કેવી હશે સુવિધાઓ
આ સિવાય જો ટ્રેનમાં હેરેસમેન્ટ, ચોરી, ખિસ્સા કાતરું કે અન્ય ટ્રેન કે રેલવે પરિસરમાં બનેલાં કોઈ પણ ગુનાખોરીના કેસમાંઝડપથી મેદદ મેળવવા માટે તમે હેલ્પલાઈન નંબર 182 પર પણ કોલ કરી શકો છો.
હવે જ્યારે પણ રેલવેમાં પ્રવાસ કરો અને કોઈ પણ પ્રકારની સમસ્યાની ફરિયાદ કરવા માટે હેલ્પલાઈન નંબર હાથવગા રાખજો અને આ માહિતી પણ જેમ બને તેમ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી તેમને પણ જરૂરિયાતના સમયે મદદ મળી રહે.