આમચી મુંબઈનેશનલ

Indian Railway’sને Ticket Cancelationથી થઈ આટલી કમાણી…

Indian Railwayએ દુનિયાનું ચોથા નંબરનું વિશાળ નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ Indian Railwayમાં પ્રવાસ કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર Indian Railway’sને ટિકિટ કેન્સલેશનને કારણે થયેલાં આવકની માહિતી Right To Information Act (માહિતી અધિકાર) હેઠળ માંગવામાં આવી હતી અને સામે જે આંકડા આવ્યા હતા તે ખરેખર ચોંકાવનારા હતા.

RTI હેઠળ મળેલી માહિતીમાં જાણવા મળ્યું હતું કે Indian Railwayએ 2021, 2022 અને 2023માં વેઈટિંગ લિસ્ટમાં રહેલી ટિકિટોના કેન્સલેશનથી આશરે 1,229.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય 2024ના એકલા જાન્યુઆરી મહિનામાં કુલ 45.86 લાખ ટિકિટ કેન્સલેશનથી 43 કરોડ રૂપિયાની આવક રેલવેને થઈ હતી.

આપણ વાંચો: Indian Railwayએ પ્રવાસીઓને રિફંડને લઈને આપ્યા Good News…

એક રિપોર્ટ અનુસાર મધ્ય પ્રદેશની એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આ આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી અને રેલવે દ્વારા આપવામાં આવેલા જવાબમાં જાણવા મળ્યું હતું કે ટિકિટ કેન્સેલેશનથી પણ પણ રેલવે ખાસ્સી એવી આવક થઈ છે.

વિગતવાર વાત કરીએ કે 2021માં 2.53 કરોડ ટિકિટો કે જે વેઈટિંગ લિસ્ટમાં હતી તે કેન્સલ કરવામાં આવી હતી અને એનાથી રેલવેને કુલ 242.68 કરોડ રૂપિયાની આવક થઈ હતી. એ જ રીતે વર્ષ 2022-2023માં અનુક્રમે 4.6 કરો અને 5.26 કરોડ ટિકિટ કેન્સલ કરાવવામાં આવી હતી. જે માટે રેલવેને 439.16 કરોડ અને 505 કરોડ રૂપિયાની આવક રેલવેને થઈ હતી.

આપણ વાંચો: Indian Railways: રેલવેએ ‘Kavach’ બ્રેકિંગ સિસ્ટમનું વધુ એક સફળ પરીક્ષણ કર્યું, રેડ સિગ્નલ પર એન્જિન આપોઆપ બંધ થઈ ગયું

RTIમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ગયા વર્ષે એટલે કે 2023માં દિવાળી દરમિયાન પાંચ નવેમ્બરથી 12મી નવેમ્બર સુધી 96.18 લાખ લોકોએ ટિકિટ કેન્સલ કરાવી હતી અને એમાં લોકોના કન્ફર્મ અને રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન ટિકિટનો સમાવેશ પણ થાય છે. એકલા દિવાળીના અઠવાડિયા પહેલાં જ રેલવેને કેન્સલ ટિકિટથી રૂપિયા 10.37 કરોડની કમાણી કરી હતી.

ટિકિટ કેન્સલેશનના નિયમ વિશે વાત કરીએ તો ઈન્ડિયન રેલવેમાં રિઝર્વેશન ટિકિટ ઓફલાઈન અને ઓનલાઈન એમ બે પદ્ધતિથી આપવામાં આવે છે. IRCTCના મતે જો RAC કે વેઈટિંગ લિસ્ટની ટિકિટ કેન્સલ કરવામાં આવે છે તો રિફંડમાંથી 60 રૂપિયા કપાઈ જાય છે. જો કન્ફર્મ ઈ-ટિકિટ ટ્રેન ઉપડવાના 48 કલાક પહેલાં રદ કરવામાં આવે તો AC ફર્સ્ટ ક્લાસમાં 240 રૂપિયા, AC-2 ટિયરમાં 200 રૂપિયા, AC-3 ટિયરમાં 180 રૂપિયા, સ્લિપરમાં 120 રૂપિયા અને સેકન્ડ ક્લાસમાં 60 રૂપિયા કાપવામાં આઆવે છે.

આ સિવાય જો કન્ફર્મ ટિકિટ ટ્રેનના શેડ્યુલ કરતાં 48-12 કલાક પહેલાં કેન્સલ કરવામાં આવે તો ભાડાનો 25 ટકા હિસ્સો કાપીને રિફંડ આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button