નેશનલ

દિવાળી અને છઠ પર વતન જતાં પ્રવાસીઓ થયા પરેશાન, રેલવેએ આપ્યો આવો જવાબ

Indian Railway News: રેલવે સ્ટેશનો પર ભારે ભીડ અને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ (confirm railway ticket) ન થવાના મુસાફરોના દાવા વચ્ચે ભારતીય રેલવેનું (indian railway) નિવેદન સામે આવ્યું છે. મંગળવારે રેલવે તરફથી દાવો કરવામાં આવ્યો કે, વર્ષે 2024માં તહેવારોની સિઝન (festival season) દરમિયાન રેલવે દ્વારા 7663 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી આ ટ્રેનો દોડશે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 4429 ટ્રેન દોડાવાઈ હતી.

રેલવેએ શું કર્યો દાવો
રેલવે દ્વારા દાવો કરવામાં આવ્યો કે, 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન ભારતીય રેલવેમાં 9.58 કરોડ મુસાફરોએ નોન સબ અર્બન રૂટ પર મુસાફરી કરી હતી. ગત વર્ષે દિવાળી અને છઠના સપ્તાહમાં 9.24 કરોડ મુસાફરોએ યાત્રા કરી હતી.
રેલવેએ જણાવ્યું કે, 4 નવેમ્બર 2024ના રોજ ભારતીય રેલના નોન સબઅર્બન રૂટ પર એક કરોડ 20 લાખ 72 હજારથી વધુ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. રિઝર્વ ક્લાસમાં 19.43 લાખ મુસાફરોએ અને અનરિઝર્વડ ક્લાસમાં 1 કરોડ 1 લાખ 29 હજાર મુસાફરોએ યાત્રા કરી હતી. ભારતીય રેલવે દ્વારા 3 નવેમ્બરે 207 સ્પેશિયલ ટ્રેન અને 4 નવેમ્બરે 203 સ્પેશિયલ ટ્રેન દાડવવામાં આવી હતી. રેલવેને જણાવ્યા મુજબ, વર્ષ 2023ની તુલનામાં 2024માં 33.91 લાખ વધુ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.

આ પણ વાંચો :જાણી લેજો મહત્વના સમાચાર, ભારતીય રેલવેના ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં થયો બદલાવ

તાજેતરમાં ગુજરાતના સુરત, દિલ્હી અને મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. યાત્રીઓની ભીડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મુસાફરોએ કહ્યું કે તેમને બિહાર જવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

રેલવે મંત્રાલયે આ દાવો કર્યો હતો
અગાઉ, રેલવે મંત્રાલયે કહ્યું હતું કે તહેવારોની ભીડ વચ્ચે, ભારતીય રેલ્વે મુસાફરોની સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા અને કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. મંત્રાલયે કહ્યું હતું કે દિવાળી અને છઠ દરમિયાન લોકોને એક જગ્યાએથી બીજા સ્થળે પહોંચાડવાનું એક પડકારજનક કાર્ય છે, પરંતુ નવરાત્રિ અને દુર્ગા પૂજા દરમિયાન સમાન કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, ભારતીય રેલવે હવે મુસાફરોને દિવાળી અને છઠ તહેવાર માટે તેમના મૂળ સ્થાનો સુધી સરળતાથી પહોંચાડી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker