નેશનલ

Indian Railway: ટ્રેન અકસ્માતમાં એક્સ-ગ્રેશિયાની રકમ 10 ગણી વધારવામાં આવી, રેલવે બોર્ડનો નિર્ણય

ભારતીય રેલ્વે બોર્ડે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં ચૂકવવામાં આવતી એક્સ-ગ્રેશિયાની રકમમાં 10 ગણો વધારો કર્યો છે. એક્સ-ગ્રેશિયાની રકમમાં છેલ્લે વર્ષ 2012 અને 2013માં વધારો કરવામાં આવ્યો હતો. બોર્ડે કહ્યું કે હવે ટ્રેન અકસ્માતો અને અનિચ્છનીય ઘટનાઓમાં મૃત્યુ પામતા અને ઘાયલ થતા મુસાફરોના પરિવારોને ચૂકવવામાં આવતી રકમમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માનવ સંચાલિત ક્રોસિંગ પર થતા અકસ્માતોમાં ભોગ બનતા લોકો માટે પણ એક્સ-ગ્રેશિયાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવો નિર્ણય 18 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે.

રેલવે બોર્ડના પરિપત્ર મુજબ, ટ્રેન દુર્ઘટના અને માનવ સંચાલિત ક્રોસિંગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને હવે 5 લાખ રૂપિયા મળશે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે, સામાન્ય રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને 50 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. પહેલા આ રકમ અનુક્રમે 50 હજાર, 25 હજાર અને 5 હજાર રૂપિયા હતી.

પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આતંકવાદી હુમલો, હિંસક હુમલો અને ટ્રેનમાં લૂંટ જેવી અન્ય અનિચ્છનીય ઘટનામાં માર્યા ગયેલા, ગંભીર રીતે ઘાયલ અને સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 1.5 લાખ રૂપિયા, 50,000 રૂપિયા અને 5,000 રૂપિયા આપવામાં આવશે, જે રકમ અગાઉ રૂ. 50,000, રૂ. 25,000 અને રૂ. 5,000 હતી.

ટ્રેન અકસ્માતોના કિસ્સામાં, 30 દિવસથી વધુ સમય હોસ્પિટલમાં દાખલ રેહલા ગંભીર રીતે ઘાયલ મુસાફરો માટે વધારાની એક્સ-ગ્રેશિયા રાહતની જાહેરાત કરવામાં આવશે. દરરોજ 3,000 રૂપિયા દરેક 10 દિવસની અવધિ અથવા રજા મળવાની તારીખે રિલીઝ કરવામાં આવશે. ગંભીર ઈજાના કિસ્સામાં, છ મહિના માટે દરરોજ 1,500 રૂપિયા આપવામાં આવશે.
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે માનવ રહિત ક્રોસિંગ પર અકસ્માતો, ગેરકાયદેસર ઘુસણખોરી, ઓવર હેડ ઇક્વિપમેન્ટ દ્વારા વીજ કરંટ લાગતા મોત અથવા ઈજાના કિસ્સામાં કોઈ એક્સ-ગ્રેશિયા રાહત આપવામાં આવશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button