ઓસ્ટ્રેલિયન પોલીસે ગળું દબાવી ભારતીય મૂળના વ્યક્તિનો જીવ લીધો! જાણો શું છે મામલો | મુંબઈ સમાચાર

ઓસ્ટ્રેલિયન પોલીસે ગળું દબાવી ભારતીય મૂળના વ્યક્તિનો જીવ લીધો! જાણો શું છે મામલો

એડિલેડ: ઓસ્ટ્રેલીયામાં વસતા ભારતીયો માટે એક આઘાતજનક સમાચાર છે. ઓસ્ટ્રેલિયન પોલીસ અધિકારીએ કથિત રીતે 42 વર્ષીય ભારતીય મૂળના પુરુષની હત્યા કરી છે. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયન પોલીસ અધિકારીએ ધરપકડ કરવાના પ્રયાસ કરતા ભારતીય મૂળના પુરુષનું ગળું ઘૂંટણ નીચે દબાવ્યું હતું, જેમાં ઈજા પહોંચતા પુરુષનું મોત નીપજ્યું (Indian-Origin Man Dies in Australian) છે. ઓસ્ટ્રેલીયન મીડિયામાં આ અહેવાલ પ્રકાશિત થતાં, ઓસ્ટ્રેલીયામાં વસતા ભારતીયોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયાની ન્યુઝ ચેનલે આપેલા અહેવાલ મુજબ, એડિલેડના મોડબરી નોર્થમાં રહેતા 42 વર્ષીય ગૌરવ કુંડીનું અવસાન થયું હતું. તેને મગજની ઇજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ પોલીસે રોયસ્ટન પાર્ક ખાતે પેનેહામ રોડ પર ગૌરવની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન તેને ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટનાનો વિડીયો:

આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે પોલીસ અધિકારીઓ ગૌરવ કુંડી સાથે બળજબરી કરી રહ્યા છે, આ સમય દરમિયાન તેની પત્ની અમૃતપાલ કૌર જોરથી બુમો પડી રહી છે.

વિડીયોમાં ગૌરવ બુમો પડીને કહી રહ્યો છે કે “મેં કંઈ ખોટું કર્યું નથી.” છતાં પોલીસ અધિકારીઓએ તેને નીચે સુવાડીને તેના ગાળા પર ઘુટણ રાખીને દબાવ્યું હતું. બેભાન થઇ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેની સારવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેનું મોય નીપજ્યું હતું.

શું હતો મામલો?

પોલીસે જણાવ્યું હતું કે ગૌરવ કુંડીએ ધરપકડનો વિરોધ કર્યો હતો અને પોલીસ સાથે મારામારી કરી હતી. તે નશામાં હતો.

અહેવાલ મુજબ કથિત રીતે દંપતી જાહેરમાં ઝઘડી રહ્યા હતાં, અને ત્યાંથી પસાર થતી એક પોલીસ પેટ્રોલ ટીમે આ ઘટનાને ઘરેલુ હિંસા સમજી લીધી હતી. જોકે, અમૃતપાલ કૌરે કહ્યું કે તેનો પતિ ફક્ત નશામાં હતો અને મોટેથી બોલી રહ્યો હતો, પણ તેણે મારામારી કરી ન હતી.

દરમિયાન, દક્ષિણ ઓસ્ટ્રેલિયન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તેઓ વિભાગના ડિટેક્ટીવ્સ દ્વારા આ ઘટનાની તપાસ કરાવશે.

આ પણ વાંચો -‏‏‎ Video: મનાલીમાં 12 વર્ષની બાળકી ઝિપલાઇન પરથી નીચે પટકાઈ, રૂંવાડા ઊભા કરતો વીડિયો!

જ્યોર્જ ફ્લોયડ કેસ સાથે સરખામણી:

ઓસ્ટ્રેલીયન મીડિયા આ ઘટનાની સરખામણી 2020 માં યુ.એસ.માં થયેલા જ્યોર્જ ફ્લોયડ કેસ સાથે કરી છે. મિનેપોલિસના પોલીસના અધિકારી ડેરેક ચૌવિને ફ્લોયડની આ જ રીતે હત્યા કરી હતી. પોલીસ અધિકારીએ ઘૂંટણ વડે બ્લેક અમેરિકન જ્યોર્જ ફ્લોયડનું ગળું દબાવ્યું હતું. આ ઘટના બાદ અમેરિકામાં બ્લેક લાઈવ્સ મેટર મૂવમેન્ટ શરુ થઇ હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button