નેશનલ

કેરળમાં ભારતીય નૌકાદળનું ચેતક હેલિકોપ્ટર ક્રેશ, એક ક્રૂ મેમ્બર શહીદ

કેરળના કોચીમાં શનિવારે નેવલ એર સ્ટેશન INS ગરુડના રનવે પર ચેતક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતીય નૌકાદળના એક અધિકારી શહીદ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય નૌકાદળનું હેલિકોપ્ટરરે ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું.

ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર અને ટોચના અધિકારીઓએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. તેમણે કોચીમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર એલએએમ યોગેન્દ્ર સિંહને શ્રદ્ધાંજલિ આપી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી.

ભારતીય નૌકાદળે જણાવ્યું હતું કે, ચેતક હેલિકોપ્ટર INS ગરુડ કોચી ખાતે તપાસ દરમિયાન ગ્રાઉન્ડ અકસ્માતનો ભોગ બન્યું હતું, જેના પરિણામે એક ગ્રાઉન્ડ ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું હતું. અકસ્માતના કારણોની તપાસ કરવા બોર્ડ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

INS ગરુડ INS વેન્દુરુતિ અને સધર્ન નેવલ કમાન્ડના હેડક્વાર્ટરની નજીક છે. INS ગરુડ એ મુખ્ય નૌકાદળ હવાઈ તાલીમ કેન્દ્ર તેમજ ઓપરેશનલ બેઝ છે. INS ગરુડ પાસે બે રનવે છે, જેના પર લગભગ ઓપરેશનલ એરક્રાફ્ટને લેન્ડ અને ટેક ઓફ થઇ શકે છે. INS ગરુડ ભારતીય નૌકાદળ માટે વ્યૂહાત્મક ઓપરેટિંગ સ્ટેશન છે. કેટલીક તાલીમ શાળાઓ, ગુપ્તચર કેન્દ્રો, જાળવણી અને સમારકામ સુવિધાઓ અને સ્ટેશનો અહીં સ્થિત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…