
નવી દિલ્હી : ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં ભાભા અણુ સંશોધન કેન્દ્ર એક રિએક્ટર વિકસાવી રહ્યું છે જે ભારતીય નૌકાદળની સબમરીનની ક્ષમતા બમણી કરતા વધુ કરવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટની ભાભા અણુ સંશોધન કેન્દ્ર એક વૈજ્ઞાનિકે નામ ન આપવાની શરતે પૃષ્ટિ કરી છે.
આ સબમરીન દુશ્મન સબમરીનને પાણીની અંદર ધકેલી દેશે
ભાભા અણુ સંશોધન કેન્દ્ર નવું રિએક્ટર S-5 ક્લાસ વિકસીત કરી રહ્યું છે. જે પરમાણુ ઉર્જાથી ચાલતી બેલિસ્ટિક મિસાઇલ સબમરીન અને પરમાણુ ઉર્જાથી હુમલો કરનારી સબમરીન માટે વિકસાવવામાં આવી રહ્યું છે.
આ વિકાસ ચીન દ્વારા તેની દરિયાઈ પરમાણુ પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે થયો છે. આ સબમરીન દુશ્મન સબમરીનને પાણીની અંદર ધકેલી દેશે અને થોડીક સેકન્ડોમાં તેનો ખાતમો બોલાવશે.
નવા રિએક્ટરથી 200 મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની ધારણા
ભાભા અણુ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે નવા રિએક્ટરથી 200 મેગાવોટ વીજળી ઉત્પન્ન થવાની ધારણા છે. આ એક મોટું અપગ્રેડ છે કારણ કે હાલની બે પરમાણુ સબમરીન INS અરિહંત અને INS અરિઘાટ પરના રિએક્ટરની ક્ષમતા 83 મેગાવોટ છે.
આ વર્ગની ત્રીજી પરમાણુ સબમરીન INS અરિધમન ટ્રાયલ હેઠળ છે. હાલ વિકસાવવામાં આવી રહેલ આ રિએક્ટર નવી સબમરીનને ઘણા મોટા ફાયદા થશે. જેમાં સુધારેલ કાર્યકારી ક્ષમતાઓ અને લાંબા સમય સુધી પાણીમાં રહેવાના સમયનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…ભારતીય નૌકાદળની તાકાતમા થશે વધારો, ફ્રાન્સ સાથે 26 રાફેલ મરીન જેટ માટે 63,000 કરોડની મેગા ડીલ…