ઇન્ટરનેશનલનેશનલ

આતંકવાદી સંગઠનોથી ‘ભારત સરકાર’ને ખતરોઃ વૈશ્વિક સંસ્થાએ સરકારને ચેતવી…

પેરિસઃ દુનિયાભરમાં આતંકવાદી ફન્ડિંગ અને મની લોન્ડરિંગ પર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ઈસ્લામિક સ્ટેટ (ISIS) અને અલ કાયદા (Terrorist Outfit Al Qaeda) જેવા આતંકવાદીઓ સંગઠનોથી ભારતને સતર્ક રહેવા જણાવ્યું હતું. એફએટીએફના જણાવ્યાનુસાર આતંકવાદ અને વિદેશી ફન્ડિંગના મામલામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સખતાઈને કારણે આઈએસઆઈએસ, અલ કાયદા સાથે સંકળાયેલા તમામ આતંકવાદી સંગઠન અને કટ્ટરવાદીઓ ભારતને ઉખાડી ફેંકવાની ફિરાકમાં છે, કારણ કે મોદી સરકારની કડકાઈને કારણે અત્યારે પોતાની રીતે કામગીરી કરી શકતા નથી.

સરકારના પગલાંથી એફએટીએફએ ખુશ

ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે ભારતને આતંકવાદી અને કટ્ટરવાદી સંગઠનોથી સતર્ક રહેવાનો અનુરોધ કરતા સરકારની સખત કાર્યવાહીની પણ પ્રશંસા કરી હતી. ભારત સરકારને સૌથી વધુ ખતરો જમ્મુ કાશ્મીરમાં સક્રિય ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનોને છે. આ સંગઠનોના આતંકવાદીઓનો ભારત સરકારને સામનો કરવો પડી રહ્યો છે. આતંકવાદી સંગઠનો હાલમાં કોઈના કોઈ રીતે હુમલો કરવાની ફિરાકમાં રહે છે. કાશ્મીરમાં પણ હુમલાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે સરકાર પણ તેમને સફળ થવા દેતી નથી.

ભારત ગંભીર આતંકવાદનો કરે છે સામનો

ભારત આઝાદ થયા પછીથી સતત આતંકવાદનો સામનો કરી રહ્યું છે. સંસ્થાએ સંક્ષિપ્તમાં જણાવ્યું છે કે આઈએસઆઈએસ હોય કે અલ કાયદા કે પછી અન્ય કટ્ટરવાદી ગ્રુપ. જમ્મુ કાશ્મીર હોય કે પછી અન્ય જગ્યાએ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સક્રિય રીતે સંગઠનોથી જોડાયેલા છે. ભારતના ઉત્તર પૂર્વ અને ઉત્તરમાં રહેલા નકસલવાદી સંગઠનોનો સમાવેશ થાય છે. ભારતમાં એન્ટિ મની લોન્ડરિંગ અને કાઉન્ટર ટેરરિસ્ટ ફાઈનાન્સિંગ (એએમએલ અને સીએફટી)ને સારી રીતે અમલીકરણ કર્યું છે, તેનાથી પરિણામ પણ સારા મળ્યા છે. આ ઉપરાંત, એએનઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) જેવી સંસ્થાઓએ મહત્ત્વની કામગીરી કરી છે.

મણિપુરની સ્થિતિનો ઉલ્લેખ

ફાઈનાન્શિયલ એક્સન ટાસ્ક ફોર્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે મણિપુરની હાલની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયગાળાથી જાતીય હિંસા ફેલાયેલી છે. મણિપુરમાં 200થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે હજારો લોકોને ઈજા પહોંચી હતી. એના સિવાય સ્થાનિકોની સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. 2023માં આતંકવાદી સંગઠનોને ધિરાણમાં અચાનક વધારો થયો હતો અને તેનું કારણ પણ મણિપુરમાં બનેલી ઘટનાઓ છે, જેને કારણે પચાસથી વધુ કેસમાં તપાસ કરી હતી.

ભારત માટે એફએટીએફેનો ભારત માટે મૂલ્યાંકનનો ચોથો રાઉન્ડ નવેમ્બર 2023માં યોજવામાં આવ્યો હતો. આ વર્ષે પણ 26થી 28 જૂન દરમિયાન સિંગાપોરમાં યોજવામાં આવેલી એફએટીએફની મીટિંગમાં ભારત માટે મ્યુચ્યુઅલ એસેસમેન્ટ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. વૈશ્વિક મની લોન્ડરિંગની વોચડોગની જરુરિયાતો સાથે ઉચ્ચ સ્તરના ટેક્નિકલ નિયમોનું પાલન કર્યું હતું. એફએટીએફે ભારતને રેગ્યુલર ફોલોઅરની કેટેગરીમાં રાખ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button