હૈદરાબાદઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ ગુરુવારે વિજયવાડામાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીની હાજરીમાં યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)માં જોડાયો હતો.
આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી મિથુન રેડ્ડીએ જગન મોહન રેડ્ડી સાથે ભૂતપૂર્વ ક્રિકેટરનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. રાયડુએ આ વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો.
પાર્ટીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે પ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર અંબાતી તિરુપતિ રાયડુ સીએમ કેમ્પ ઓફિસમાં મુખ્યમંત્રી વાયએસ જગનની હાજરીમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી મિથુન રેડ્ડીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના લગભગ એક મહિના પછી અંબાતી રાયડુએ આંધ્ર પ્રદેશના રાજકારણમાં તેની બીજી ઇનિંગની જાહેરાત કરી હતી. એવી અટકળો પણ છે કે તેઓ લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે. જૂનમાં મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘હું ટૂંક સમયમાં જ લોકોની સેવા કરવા આંધ્ર પ્રદેશની રાજનીતિમાં પ્રવેશ કરીશ.