સરહદ વટાવીને પાકિસ્તાન પહોંચી ગયું ભારતીય સેનાનું ડ્રોન અને પછી…
નવી દિલ્હી: ભારત પાકિસ્તાન બોર્ડરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારે ભારતીય સેનાનું ડ્રોન પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાને પગલે ભારતીય સેનાએ માહિતી આપી છે. સેના દ્વારા જ્યારે ડ્રોન ટ્રેનિંગ મિશન પર હતું ત્યારે તકનીકી ખરાબીની સમસ્યા સર્જાતાં નિયંત્રણ ગુમાવી ચૂક્યું હતું. નિયંત્રણ ગુમાવવાના કારણે ડ્રોન સરહદને પર કરીને પાકિસ્તાન પહોંચી ગયું હતું.
સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શુક્રવારે સવારે 9:25 આસપાસ ભારતના ક્ષેત્રમાં ટ્રેનિંગ કરી રહેલા એક ડ્રોનમાં તકનીકી ખરાબી સર્જાતાં તે નિયંત્રણ ગુમાવી ચૂક્યું હતું અને ભારતના ભીમ્બર ગલી સેક્ટરની સામે પાકિસ્તાનના નિકિયાલ સેક્ટરમાં જતું રહ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાન સરહદના જતાં રહેલ ભારતીય સેનાના ડ્રોનને પાકિસ્તાની સેનાએ જપ્ત કરી લીધું છે અને ડ્રોનને પાછું મોકલવા માટે પાકિસ્તાની સેનાને એક હોટલાઈન સંદેશ પણ મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો : શ્રી લંકામાં ચૂંટણી પૂર્વે એક ઉમેદવારનું હાર્ટ એટેકથી નિધન
2022 ના વર્ષે માર્ચ મહિનામાં ભારતે બ્રહ્મોસ મિસાઇલને જ્યારે પાકિસ્તાન તરફ લોન્ચ કરવામાં આવી હતી ત્યારે પાકિસ્તાને આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. બ્રહ્મોસ મિસાઈલના કોમ્બેટ કનેક્ટર્સ જંકશન બોક્સ સાથે જોડાયેલા હતા જેના કારણે મિસાઈલ આકસ્મિક રીતે પાકિસ્તાન તરફ લોન્ચ થઈ ગઈ હતી. વાયુસેનાએ આ મામલે ઘણા અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી.
ભારત તરફથી મિસાઇલ છોડવામા આવી ત્યારે તુરંત જ પાકિસ્તાનને જાણકારી આપવામાં આવી હતી. જો કે બ્રહ્મોસ મિસાયલની ઝડપ એટલી તેજ હતી કે પાકિસ્તાન ઈચ્છે તો પણ તેને અટકાવી શકે તેમ નહોતું. આ મિસાયલ પાકિસ્તાનમાં જ્યાં પડી ત્યાં કોઈપણ જાન-માલનું નુકસાન નહોતું થયું.