કેમ Indian Armyએ આ બોલીવૂડ એક્ટ્રેસનું નામ લખીને પાકિસ્તાન પર ફેંક્યો બોમ્બ?

આજે 26મી જુલાઈનો દિવસ કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas) તરીકે ઊજવવામાં આવે છે અને આજે તો કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ દિવસ કારગિલમાં યુદ્ધ લડનારા ભારતીય સૈનિકોના સન્માનમાં મનાવવામાં આવે છે. આ દિવસ અને ભારતીય સૈન્યના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશો, પણ આજે અમે અહીં તમને ભારતીય સૈન્ય (Indian Army)ના એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમને ગર્વની લાગણી તો થશે જ પણ એની સાથે સાથે તમે હસવાનું પણ નહીં રોકી શકો, ચાલો તમને જણાવીએ આ અનોખા કિસ્સા વિશે-
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઈન્ડિયન આર્મીએ બોલીવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનું નામ બોમ્બ લખીને તેને પાકિસ્તાન પર ફેંકવામાં આવ્યો હતો. ભારતીય સૈન્યએ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાનને જવાબ આપવા માટે બોમ્બ પર રવિના ટંડનનું નામ લખીને તેને પાકિસ્તાન પર ફેંક્યો હતો.
આ પણ વાંચો : Kargil Vijay Diwas@25: આ રીતે પાકિસ્તાનને ધૂળ ચાટતા કરી દીધા હતા આપણા વીરજવાનોએ
હવે સવાલ એ થાય કે આખરે કારગીલ યુદ્ધમાં રવીના ટંડનનું જ નામ કેમ સામે આવ્યું? વાત જાણે એમ છે કે પાકિસ્તાનના તત્કાલિક વડા પ્રધાન નવાઝ શરીફે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને બોલીવૂડ એક્ટ્રેસ રવિના ટંડન ખૂબ જ પસંદ છે. 1999માં કારગિલ યુદ્ધ સમયે ભારત-પાકિસ્તાન આમને સામને આવ્યા હતા ત્યારે પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈનિકોના મૃતદેહ પાછા આપવાના બદલામાં બોલીવૂડ એક્ટ્રેસ માધુરી દિક્ષીત અને રવિના ટંડનને પાકિસ્તાન મોકલવાની માગણી કરી હતી.
કારગિલ યુદ્ધ વખતે ભારતીય સૈનિકોના મૃતદેહના બદલામાં પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલી માગણીનો જવાબ આપવા માટે ઈન્ડિયન એરફોર્સ દ્વારા પાકિસ્તાન પર ફેંકવામાં આવેલા બોમ્બ પર રવિના ટંડનનું નામ લખ્યું હતું. એટલું જ નહીં તેમણે બોમ્બ પર લખ્યું હતું કે રવિના ટંડન તરફથી નવાઝ શરીફ માટે… આ મેસેજની સાથે સાથે તેમણે એક હાર્ટ અને તીરનું ઈમોજી પણ બનાવ્યું હતું. આ ઘટનાની ચર્ચા માત્ર ભારત કે પાકિસ્તાનમાં જ નહીં પણ દુનિયાભરમાં થઈ હતી. આ ઘટનાની સાથે સાથે આ બોમ્બનો ફોટો પણ અખબારમાં છપાયો હતો.
વાંચીને ચોંકી ગયા ને, આ કિસ્સા વિશે કદાચ તમને પણ નહીં ખબર હોય. છે ને એકદમ અનોખો કિસ્સો?