નેશનલ

‘ઓપરેશન સિંદુર સમયે અમે ગ્રાઉન્ડ ઓપરેશન માટે તૈયાર હતાં…’ આર્મી ચીફનો મોટો ખુલાસો

નવી દિલ્હી: ગત વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ અને કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મે મહિનામાં ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી, ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો. એવામાં ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મોટો દાવો કર્યો છે.

મંગળવારે એક નિવેદનમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતું કે ભવિષ્યમાં કોઈ પણ દુ:સાહસનો અસરકારક રીતે જવાબ આપવામાં આવશે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા જનરલ દ્વિવેદીએ એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ તેના સૈનિકોને એલર્ટ પર રાખ્યા હતાં, જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરે છે, તો ગ્રાઉન્ડ ઓપરેશન શરુ કરવા સંપૂર્ણપણે તૈયાર હતાં.

સરકારે સંપૂર્ણ છૂટ આપી હતી:

જનરલ દ્વિવેદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સરકાર દ્વારા સ્પષ્ટ નિર્દેશ મળ્યા હતાં અને કાર્યવાહી કરવાની કે પ્રતિક્રિયા આપવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી.

તેમણે પત્રકારોને જણાવ્યું.”ઓપરેશન સિંદૂરનો ચોકસાઈ પૂર્વક અમલ કરવામાં આવ્યો હતો. ઓપરેશનની શરૂઆત 7 મેના રોજ 22 મિનિટથી થઇ હતી અને 88 કલાક ચાલી ચાલી હતી અને 10 મેના રોજ સમાપ્ત થઇ હતી. ઓપરેશ હેઠળ આતંકવાદી માળખાને તોડી પાડવામાં આવ્યા હતાં. 88 કલાકમાં જો પાકિસ્તાન કોઈ ભૂલ કરે, તો અમે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા.

આ પણ વાંચો…ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્રે ઓર્કેસ્ટ્રા સાથે કરી ઓપરેશન સિંદુરની સરખામણી, કહ્યું દરેકે તાલથી તાલ પુરાવ્યો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button