ભારતીય સેનાને મળી મોટી સફળતા, જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે આતંકીને ઠાર માર્યા | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતીય સેનાને મળી મોટી સફળતા, જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બે આતંકીને ઠાર માર્યા

શ્રીનગર : ભારતીય સેનાએ ફરી એક વાર નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા આતંકીઓને ઘુસાડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સેનાના જવાનોએ સીમા પારથી ભારતની સરહદમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકીઓને ઠાર માર્યા છે. તેમજ તેની બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું

આ અંગે મળતી માહિતી મુજબ બાંદીપુરાઅન ગુરેજ સેકટરમાં આતંકીઓએ ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સેનાને આ પ્રયાસની જાણકારી મળતા એલર્ટ મોડ પર હતી. તેમજ આતંકીઓએ જેવા જ સીમામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સેનાને તેમને પડકાર્યા હતા. તેની બાદ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેની બાદ સેનાએ જવાબી ફાયરિંગમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પોલીસને ઘૂસણખોરી અંગે માહિતી મળી હતી

આ અંગે સેનાના ચિનાર કોર્પ્સે એકસ પર માહિતી આપી હતી કે, જમ્મુ કાશ્મીર પોલીસને આતંકીઓની સંભવિત ઘૂસણખોરી અંગે માહિતી મળી હતી. જેના આધારે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે ગુરેજ સેક્ટરમાં એક સંયુક્ત
અભિયાન શરુ કરવામાં આવ્યું હતું .જેના પેટ્રોલિંગ દરમિયાન સેનાના જવાનોએ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી. જેની બાદ આતંકીઓ ફાયરિંગ શરુ કર્યું હતું. જેના જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કરતા બે આંતકીઓ ઠાર મરાયા હતા.

આપણ વાંચો:  જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ બિહારમાં ઘૂસ્યા, સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button