ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં મળી મોટી સફળતા, આતંકવાદીઓને ઠેકાણાને તોડી પાડ્યું
શ્રી નગર: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના(Indian Army)ને મોટી સફળતા મળી છે., ભારતીય સેનાની રોમિયો ફોર્સે શનિવારે પૂંચમાં પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાને શોધીને નષ્ટ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે મળીને સેનાને આ ઓપરેશન પાર પડ્યું હતું.
અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશન દરમિયાન સેનાએ આતંકવાદી ઠેકાણામાંથી બે ગ્રેનેડ અને ત્રણ પાકિસ્તાની લેન્ડમાઈન મળી આવી છે. આનાથી આ વિસ્તારમાં હાલમાં તોળાઈ રહેલા જોખમ અંગે પણ માહિતી મળી છે.
અધિકારીઓએ તંગમાર્ગ અને જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ભારતીય સેનાનો હેતુ ગાંદરબલ જિલ્લાના ગુલમર્ગ, બારામુલ્લા અને ગગનગીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓ સાથે જોડાયેલા શંકાસ્પદોને શોધવાનો છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં વધારો થયો છે. 24 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતા. આ સિવાય નાગરિકોના મોત થયા હતા.
20 ઓક્ટોબરના રોજ આતંકવાદીઓએ શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ટનલ નિર્માણ સાઇટ પર એક ડૉક્ટર અને છ કામદારોની હત્યા કરી હતી. આ હુમલા બાદ તપાસ એજન્સી સક્રિય થઈ ગઈ છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને કેમ્પની આસપાસ સુરક્ષા પ્રોટોકોલ તાત્કાલિક વધારવાનો આદેશ આપ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે એક વ્યાપક સુરક્ષા ઓડિટ માટે નિર્દેશ આપ્યો હતો. મુખ્ય સ્થળોએ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે.
Also Read – China ને લઇને વિદેશમંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન, કહી આ વાત
કાઉન્ટર-ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) એ જમ્મુ અને કાશ્મીરના છ જિલ્લાઓમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું અને આતંકવાદી સંગઠનમાં ભરતી કરનારાઓને પકડ્યા હતા.