નેશનલ

જય હોઃ Indian Airforceએ એક દિવસમાં 250થી વધુ લોકોને એરલિફ્ટ કર્યાં

જમ્મુ: ભારતીય વાયુસેના (Indian Air force)એ જમ્મુ અને કાશ્મીરના જોડિયા કેન્દ્રશાસિત પ્રદેશો અને લદ્દાખ વચ્ચે ફસાયેલા ૨૬૦ જેટલા મુસાફરને એરલિફ્ટ કરીને સુરક્ષિત પહોચાડ્યા હતાં. આ સાથે એએન-૩૨ એરક્રાફ્ટમાં અત્યાર સુધીમાં કુલ ૧૫૫૧ મુસાફરને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જેને કારગિલ કુરિયર તરીકે પણ ઓળખવામાં આવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

શ્રીનગર-લેહ હાઈ-વે પર ભારે વરસાદને કારણે આસપાસના વિસ્તારમાં ફસાયેલો લોકોને બચાવવા માટે ઈન્ડિયન એર ફોર્સ દ્વારા એક દિવસમાં કુલ 260 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સોમવારે ‘કારગિલ કુરિયર’માં કુલ ૨૬૦ મુસાફરને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે ૧૧૩ મુસાફરને શ્રીનગરથી કારગિલ અને અન્ય ૯૩ને જમ્મુથી કારગિલ સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ૩૮ને કારગિલથી શ્રીનગર અને ૧૬ અન્યને કારગિલથી જમ્મુ બે અલગ-અલગ એરક્રાફ્ટમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળી હતી.

ભારે હિમવર્ષાને કારણે ૪૩૪ કિમીના શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થયાં બાદ ૨૨ જાન્યુઆરીથી કારગિલ કુરિયર સેવા શરૂ કરવામાં આવી હતી, જે અન્વયે જમ્મુ કાશ્મીર રિજનના લોકોને બચાવવામાં આવ્યા હતા.

‘કારગિલ કુરિયર’ સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ જમ્મુ અને શ્રીનગર વચ્ચે અને અઠવાડિયામાં બે વાર શ્રીનગર અને કારગિલ વચ્ચે ફસાયેલા મુસાફરોની સુવિધા માટે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે 22 ફેબ્રુઆરી, 2024ના કાશ્મીરમાં આવેલા તોફાનને કારણે ગુલમર્ગ ખાતે એક વિદેશી નાગરિકનું મોત થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button