ચેન્નઈમાં ઈન્ડિયન એરફોર્સનું વિમાન ક્રેશઃ પાઇલટ સુરક્ષિત, તપાસનો આદેશ

ચેન્નઈઃ ભારતીય વાયુસેનાનું એક પીસી-7 પિલાટસ ( PC-7 Pilatus) બેસિક ટ્રેનર વિમાન ક્રેશ થયું હોવાના સમચાર મળ્યાં છે. આ વિમાને ટ્રેનિંગ માટે ટેક ઓફ કર્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાયુસેનાનું PC-7 Pilatus વિમાન ચેન્નઈના તાંબરમ નજીક ક્રેશ થયું હોવાના અહેવાલ મળ્યાં છે. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યાં નથી. વિમાન ક્રેશ થયું તે બાદ પાયલોટને સુરક્ષિત રીતે બહાર કીઢી લેવામાં આવ્યો હતો.
કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો
આ સમગ્ર મામલે ક્રેશનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ભારતીય વાયુસેના દ્વારા આ મામલે એક નિદેવન પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાએ નિવેદન પ્રમાણે, ભારતીય વાયુસેનાનું આ PC-7 Pilatus બેસિક ટ્રેનર વિમાન નિયમિત તાલીમ મિશન પર હતું. ચેન્નઈના તાંબરમ નજીક PC-7 Pilatus બેસિક ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. વિમાનનો પાઇલટ સુરક્ષિત છે, જેમાં તપાસ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : પુણેમાં ટ્રેનિંગ વિમાનના ટાયરમાં સર્જાઈ ખામી, બારામતી એરપોર્ટ નજીક ક્રેશ લેન્ડિંગ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઘટનાની જાણ થતાં રાહત અને સુરક્ષા ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્રે પણ વાયુસેનાને મદદ કરી હતી. અકસ્માત બાદ વાયુસેનાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે, જેથી આ મામલે તપાસ કરીને જરૂરી પગલાં લેવામાં આવશે.
આ વિમાનમાં બે પાઇલટ બેસી શકે
આ વિમાનની વાત કરવામાં આવે તો, આ વિમાનમાં બે પાઇલટ બેસી શકે છે, એક પ્રશિક્ષક અને એક વિદ્યાર્થી પાઇલટ. 32.1 ફૂટ લાંબા આ વિમાનની ઊંચાઈ 10.6 ફૂટ છે. તે મહત્તમ 2,700 કિલોગ્રામ વજન ટેકઓફ કરી શકે છે. તે 474 લિટર ઇંધણ સાથે રાખી શકે છે. તે મહત્તમ 412 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પહોંચી શકે છે, પરંતુ સામાન્ય રીતે 316 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. મહત્તમ સાડા ચાર કલાક સુધી ઉડાન ભરી શકે છે.



