ભારતીય વાયુસેનાના MiG-21 ફાઇટર જેટ્સ રિટાયર: હવે આ વિમાનોનું શું થશે?

ભારતીય વાયુસેનાના જાણીતા લડાકુ વિમાન મિગ-21 હવે જંગી સ્ક્વોડ્રોનથી રિટાયર થઈ રહ્યા છે. આજે એટલે કે 26મી સપ્ટેમ્બર, 2025ના રોજ ચંડીગઢમાં એક ભવ્ય સમારોહમાં આ ફાઈટર પ્લેનને વિદાય આપવામાં આવી હતી. પરંતુ શું તમને ખબર છે કે હવે આ રિટાયર થયેલાં ફાઈટર પ્લેનનું શું થશે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
છેલ્લાં બે સ્ક્વોડ્રોન નંબર 23 (પેન્થર્સ) અને નંબર 2 (કોબ્રા)માં આશરે 28 મિગ-21 બાઈસન વિમાન હતા. આ વિમાનોના રિટાયરમેન્ટ બાદ એરફોર્સ પાસે હવે 29 ફાઈટર સ્ક્વોડ્રોન બચ્યા છે, જ્યારે કે જરૂરિયાત 42 ફ્લાઈટની હતી. પરંતુ હવે સવાલ એ છે કે આ રિટાયર્ડ જેટ્સનું શું થશે? આ વિમાનોને જંકયાર્ડમાં નહીં મોકલવામાં આવે પણ એને મ્યુઝિયમ, શૈક્ષણિક સંસ્થાન અને ટ્રેનિંગ સેન્ટર્સમાં મોકલવામાં આવે છે.
ચંદીગઢ એયર બેસ પર એયરફોર્સના ચીફ એર માર્શલ એ પી સિંહે છેલ્લી સોલો ઉડાન ભરી હતી અને આ સમયે વોટર સેલ્યુટ અને ફ્લાઈપાસ્ટની સાથે વિદાય આપવામાં આવી હતી. હવે આ જેટ્સ ફ્રન્ટલાઈન ડ્યુટીથી બહાર છે.
મિગ-21 બાઈસન વિમાન 26મી સપ્ટેમ્બરના ચંદીગઢથી નાલ એર બસ પહોંચ્યું હતું અને રિટાયરમેન્ટ બાદ હવે નંબર 3 સ્ક્વોડ્રન કોબ્રા અને નંબર 23 સ્ક્વોડ્રન પેન્થર્સને નંબર પ્લેટેડ કરવામાં આવ્યા. નંબર પ્લેટિંગ કરવાનો અર્થ એવો થાય છે કે આ બંને સ્ક્વોડ્રનના નંબર અને તેમની ઐતિહાસિક સફરને ફ્રિઝ કરી દેવામાં આવશે.
કોઈ નવો વિમાન જે સ્ક્વોડ્રનમાં આવશે એને નામથી જાણવામાં આવશે. હવે નંબર 3 સ્ક્વોડ્રનને પહેલો એલસીએ માર્ક 1એ ફાઈટર મળશે. મિગ-2 જ્યારે નાળ એરબેઝ પહોંચ્યા બાદે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ બનાવવામાં આવશે. જે પાર્ટ્સ ઠીક છે અને ઉપયોગમાં લેવાઈ શકે છે તેને કાઢીને બાકીને સ્ક્રેપ્સ કરવામાં આવશે.
રિટાયર્ડ પાર્ટ્સ એન્જિનિયરિંગ કોલેજને ઓફર કરવામાં આવશે, જો તેઓ ઈચ્છે તો ટ્રેનિંગ માટે કે પછી આર્મી મ્યુઝિયમ અને વોર મેમોરિયલમાં રાખવા માંગે છે તો ત્યાં પણ રાખી શકાશે. જો કોઈ સિવિલ વ્યક્તિ આ જેટ્સના ઢાંચાને ડિસ્પ્લે માટે મૂકવા હોય તો તેઓ તેને એર ફોર્સ હેડ ક્વાર્ટર્સમાં રિક્વેસ્ટ કરવી પડશે.
મિગ-21 રિટાયર થયા એટલે તેમના પાઈલટને સ્ટ્રીમ બદલવા માટે સારું કારણ મળી ગયું છે. એરફોર્સનો પાઈલટ ટ્રેનિંગ પ્રોગ્રામ પ્રાઈમરી ટ્રેનિંગ બાદ અલગ અલગ ફાઈટર જેટ સ્પેશિયલાઈઝેશનનો ઓપ્શન આપે છે. મિગ પાઈલટને જ્યારે બીજો ફાઈટર પ્લેન પસંદ કરવો હોય તો 3થી 6 મહિનાની પસંદગી ટ્રેનિંગ કરવી પડે છે.
આ પણ વાંચો…ભારતીય વાયુસેના પાકિસ્તાનના કરાચી એર સ્પેસની સામે યુદ્ધ અભ્યાસ કરશે…