India Winter Weather 2024: Expected Start Date & Forecast

Weather Update : દેશમાં કયારથી શરૂ થશે ઠંડીની શરૂઆત ? હવામાન વિભાગે કરી આ આગાહી

નવી દિલ્હી : દેશમાં ચોમાસાની વિદાય બાદ શિયાળાની શરૂઆતની રાહ જોવા આવી રહી છે. જેમાં અનેક રાજ્યોમાં હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે પર્વતીય રાજ્યોમાં શિયાળાનું આગમન થઈ ગયું છે.તેવા સમયે હવામાન વિભાગે આ વર્ષે ઠંડીની શરૂઆત મોડી થવાની આગાહી(Weather Update)કરી છે. જેમાં હાલ ઉત્તર પ્રદેશ અને બિહારના મેદાની વિસ્તારોમાં પણ ઠંડીની રાહ જોવાઈ રહી છે. આગામી 5 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે અને સવારે હળવા ધુમ્મસની શક્યતા છે. જો કે સાંજના સમયે ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે થોડી ઠંડી પડશે, પરંતુ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. IMD અનુસાર, નવેમ્બરના અંતિમ સપ્તાહમાં યુપી અને બિહારમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે જેના કારણે ધુમ્મસ પણ વધવાની આશંકા છે.

ગુજરાતમાં 22 નવેમ્બર થશે ઠંડીની શરૂઆત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. પરંતુ આ વર્ષે શિયાળાની રાહ લાંબી થઈ રહી છે. જોકે દિવાળી બાદ હાલ વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે અને
સવાર સાંજ થોડી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના મતે  ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડીની
એન્ટ્રી થવાની  આગાહી કરી છે.


Also read: તેલંગણાની જેમ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં થશે જાતી આધારિત જનગણના: રાહુલ ગાંધી


રાજસ્થાનમાં ક્યારે પડશે તીવ્ર ઠંડી?

રાજસ્થાનના પશ્ચિમી મેદાની વિસ્તારોમાં હજુ પણ શિયાળાની ઠંડીની અસર જોવા મળી રહી નથી.  રાજ્યના પૂર્વ ભાગમાં ધીરે ધીરે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. IMD કહે છે કે આ વર્ષે સારો વરસાદ હોવા છતાં, પશ્ચિમી પવનો અને પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની નબળી પ્રવૃત્તિને કારણે શિયાળાની શરૂઆત વિલંબિત થઈ છે. હવામાનશાસ્ત્રીઓનો અંદાજ છે કે રાજ્યમાં 15 નવેમ્બરથી ઠંડીની તીવ્રતા વધી શકે છે.


Also read: બાંગ્લાદેશમાં ISKON પર પ્રતિબંધની માંગ: ઈસ્લામિક સંગઠને લગાવ્યા કત્લના નારા…


પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા

પર્વતીય રાજ્યોમાં શિયાળાનું આગમન થઈ ગયું છે અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં આગામી થોડા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે 16 નવેમ્બર પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે પર્વતીય વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે. આ કારણે નવેમ્બરના અંત સુધીમાં ઠંડીની અસર વધશે અને પહાડોમાં હિમવર્ષા શરૂ થઈ શકે છે.

Back to top button